ઘાટકોપરની સોમૈયા કૉલેજના દર્શિત શાહે સાયન્સમાં મેળવ્યા ૯૫.૩૩ ટકા : તે બનવા માગે છે કમ્પ્યુટર એન્જિનિયર
દર્શિત શાહ
મુંબઈ : અનેક વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયના ચૅપ્ટરના સવાલના જવાબોને ગોખી નાખતા હોય છે, પરંતુ એને પ્રૅક્ટિકલી સમજીને લખીએ તો વધુ સારું રિઝલ્ટ આવે છે એવું માનતા ઘાટકોપરની સોમૈયા કૉલેજમાં
ભણતા અને ડોમ્વિબવલી-ઈસ્ટમાં અયોધ્યા નગરીમાં રહેતા દર્શિત ભાવેશ શાહે વોકેશનલ સાયન્સમાં ૯૫.૩૩ ટકા મેળવ્યા છે. તેને આગળ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરીને આઇટી વર્લ્ડમાં કંઈ કરી દેખાડવાનો ઉત્સાહ છે.
આટલા સારા ટકા કેવી રીતે મેળવ્યા એ વિશે માહિતી આપતાં દર્શિતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન આપ્યું હતું અને ૮૫ ટકા આવશે એવું વિચાર્યું હતું. આખું વર્ષ સમય નક્કી કરીને અને કોઈ સ્ટ્રેસ લીધા વગર અભ્યાસ કરતો હતો. પ્રૅક્ટિકલી દરેક જવાબને
સમજીને લેતો હતો અને ક્યારેય ગોખ્યું નથી. પરીક્ષામાં જે સારી રીતે આવડતું હોય એ પહેલાં લખી લેતો અને જે ઓછું આવડતું હોય એને
છેલ્લે રાખ્યું હતું. સૌથી મહત્ત્વનું છે કે તમે પેપર સૉલ્વ કરતા રહો. જેટલાં પેપર સૉલ્વ કરશો એટલા સારા માર્ક્સ તમે મેળવી શકશો. મારે આગળ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ
કરવો છે.’
( આર્ટિકલ: પ્રકાશ બાંભરોલિયા અને પ્રીતિ ખુમાણ ઠાકુર)