મંગલ પ્રભાત લોઢાએ કાલે બપોરે આરતી કરીને મંદિર તોડવામાં નહીં આવે એની જાહેરાત કરી
મંગલ પ્રભાત લોઢાએ હનુમાન મંદિરમાં આરતી કરી હતી
દાદર-ઈસ્ટમાં રેલવેની જમીન પર આવેલા હનુમાન મંદિરને તોડવાની નોટિસ રેલવેએ મોકલ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને આદિત્ય ઠાકરેએ સાંજે આ મંદિરમાં મહાઆરતી કરવાની જાહેરાત કરી હતી. જોકે આદિત્ય ઠાકરે મહાઆરતી કરે એ પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા હનુમાન મંદિર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે મંદિરને કોઈ પણ ભોગે તોડવામાં નહીં આવે તથા રેલવેપ્રધાન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવ્યા બાદ નોટિસને સ્થગિત કરવામાં આવી છે. આટલી જાહેરાત કર્યા બાદ મંગલ પ્રભાત લોઢાએ હનુમાન મંદિરમાં આરતી કરી હતી.