શૅરમાર્કેટના આઇપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવા જતાં રડવાનો વારો આવ્યો : ૫.૩૦ લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર ૭૫,૪૪,૬૦૭ રૂપિયા નફો જોવા મળતાં પૈસા ઉપાડવા ગયા ત્યારે પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ
સાઈબર ફ્રૉડ માટેની પ્રતીકાત્મક તસવીર
દાદરના કપડાંના એક વેપારીએ સોશ્યલ મીડિયા પર શૅરમાર્કેટ સંબંધિત જાહેરાતો જોઈ હતી. એમાં ગુપ્ત સ્વરૂપમાં આઇપીઓની માહિતી આપવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. એની સાથે તેઓ જે વૉટ્સઍપ ગ્રુપમાં જોડાયા હતા એમાં અનેક લોકોને મોટો પ્રૉફિટ થયો હોવાના મેસેજ પણ મૂકવામાં આવ્યા હતા. એને જોઈને વેપારીએ પણ ધીરે-ધીરે કરીને ૫.૩૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વેપારી પોતાના પ્રૉફિટ સાથે જ્યારે પૈસા કાઢવા ગયા ત્યારે તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.