Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવો અધ્યાય : લગ્નપ્રસંગમાં વધેલું ફૂડ ભૂખ્યા લોકો સુધી પહોંચાડશે ડબ્બાવાળા

નવો અધ્યાય : લગ્નપ્રસંગમાં વધેલું ફૂડ ભૂખ્યા લોકો સુધી પહોંચાડશે ડબ્બાવાળા

Published : 27 December, 2015 04:31 AM | IST |

નવો અધ્યાય : લગ્નપ્રસંગમાં વધેલું ફૂડ ભૂખ્યા લોકો સુધી પહોંચાડશે ડબ્બાવાળા

નવો અધ્યાય : લગ્નપ્રસંગમાં વધેલું ફૂડ ભૂખ્યા લોકો સુધી પહોંચાડશે ડબ્બાવાળા


dabbawala marri


એણે લોકાને આહ્વાન કર્યું છે કે તમારા પ્રસંગોમાં ખાવાનું વધે તો અમને ફોન કરો, અમે તમારે ત્યાંથી ખાવાનું કલેક્ટ કરીને તમારા જ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીવાળા અને ગરીબ લોકોમાં કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એ પહોંચાડીશું. આ વિશે સુભાષ તળેકર કહે છે, ‘આમાં અમારો કોઈ સ્વાર્થ નથી. અમને એક રૂપિયાનો ફાયદો થવાનો નથી, પણ એમાં અમારો સમય ચોક્કસ જશે. જોકે સમાજનો ભાગ હોવાના નાતે અમારી પણ સમાજ માટે અમુક જવાબદારીઓ છે. એ જવાબદારીને નિભાવવા માટે આ કાર્ય અમે ઉપાડ્યું છે. ઔરંગાબાદમાં આ પ્રકારે વધેલા ખોરાકનો સદુપયોગ કરવાની પદ્ધતિ સફળ નીવડી છે તો આપણે ત્યાં પણ એ શક્ય છે. તમે મુખ્ય સેન્ટર પર ફોન કરશો એટલે તમારું સરનામું જે-તે એરિયાના ડબ્બાવાળાને પહોંચતું કરવામાં આવશે. તમારા ફૂડની ક્વૉન્ટિટી પ્રમાણે એ ડબ્બાવાળો સાઇકલ કે રિક્ષા લઈને તમારે ત્યાંથી ખાવાનું લઈને જે-તે એરિયાના ગરીબ વિસ્તારોમાં જઈને આપી આવશે એ રીતે અત્યારે અમારો પ્લાન છે. આગળ સુવિધાજનક બને એ માટે એમાં જરૂરી ફેરફાર અમે કરતા જઈશું.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2015 04:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK