ઈ-મેઇલ ઠગે પોતાને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ ઘાનીની પત્ની રુલા ઘાની તરીકે ઓળખાવી હતી
Cyber Crime
પ્રતીકાત્મક તસવીર
ઈ-મેઇલના માધ્યમથી થતી છેતરપિંડીના કેસમાં અંધેરીના એક વરિષ્ઠ નાગરિકે પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો કેસ મુંબઈ પોલીસના ચોપડે નોંધાયો છે. રિપોર્ટ મુજબ ઈ-મેઇલ ઠગે પોતાને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ ઘાનીની પત્ની રુલા ઘાની તરીકે ઓળખાવી હતી.
ઠગાઈનો ભોગ બનનાર ૭૧ વર્ષના અકાઉન્ટન્ટનો સંપર્ક ભારતીય બજારમાં મોટી રકમનું રોકાણ કરવાના ઓઠા હેઠળ કરાયો હતો. પાછળથી તેની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હતી.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ અકાઉન્ટન્ટને ૧૮ ફેબ્રુઆરીએ રુલા ઘાનીના નામે એક ઈ-મેઇલ આવી હતી, જેમાં તેમના નામે ભારતમાં રોકાણ કરવા માટે મદદ માગવામાં આવી હતી.