રોજેરોજ સાઇબર ફ્રૉડના કિસ્સા બની રહ્યા છે અને અનેક લોકો છેતરાઈને લાખો રૂપિયા એમાં ગુમાવે છે. શૅરબજારમાં રોકાણ કરીને અને ઝટપટ પૈસા કમાવાની લાલચ અને નોકરીની લાલચ આમાં મુખ્ય છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રોજેરોજ સાઇબર ફ્રૉડના કિસ્સા બની રહ્યા છે અને અનેક લોકો છેતરાઈને લાખો રૂપિયા એમાં ગુમાવે છે. શૅરબજારમાં રોકાણ કરીને અને ઝટપટ પૈસા કમાવાની લાલચ અને નોકરીની લાલચ આમાં મુખ્ય છે. પાર્ટ ટાઇમ જૉબ કરી સારી કમાણી કરો, વર્ક ફ્રૉમ હોમ કરી પૈસા કમાઓ, વિદેશમાં ઊંચા પગારની નોકરી મેળવો, સરકારી નોકરી મેળવો જેવી અનેક લાલચો આ સાઇબર ગઠિયાઓ આપે છે અને લોકો તેમના પર વિશ્વાસ મૂકી પૈસા ગુમાવે છે.
સાઇબર ગઠિયાઓ દ્વારા અપાતી નોકરીની લાલચમાં આવીને પૈસા ગુમાવનારાઓની સંખ્યા ૨૦૨૩માં ૪૨૮ હતી જે ૨૦૨૪માં ૪૩૧ થઈ છે. કોરોના પછી વર્ક ફ્રૉમ હોમ અને ઘેરબેઠાં પાર્ટ ટાઇમ જૉબનું કલ્ચર વિકસ્યું અને સાઇબર ગઠિયાઓ એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ વેબસાઇટ પર એની જાહેરખબર આપી નોકરી ઇચ્છુકોને લલચાવે છે અને ત્યાર બાદ તેમને લિન્ક મોકલી એના પર પૈસા જમા કરવાનું કહે છે અને છેલ્લે નોકરી તો મળતી નથી અને પૈસા ડૂબી જાય છે. ઘણી વાર લિન્ક મોકલી એમાં પૈસા ભરવા કહેવાય છે અને ત્યાર બાદ યેનકેન પ્રકારે પૈસા મોકલનારનો OTP મેળવી તેના અકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડી લેવાય છે અને એ રીતે પણ છેતરપિંડી થાય છે.
ADVERTISEMENT
સાઇબરની આંકડાબાજી
વર્ષ ગુના સૉલ્વ કેસ પકડાયેલા આરોપી
૨૦૨૧ ૧૧૯ ૧૩ ૪૪
૨૦૨૨ ૧૦૬ ૬ ૨૭
૨૦૨૩ ૪૨૮ ૮૫ ૧૩૬
૨૦૨૪ ૪૩૧ ૮૪ ૯૮
સાઇબર ફ્રૉડથી બચવા શું યાદ રાખવું
એ વાત યાદ રાખો કે ઘેરબેઠાં કોઈ પાર્ટ ટાઇમમાં લાખો રૂપિયા તમને આમ જ નથી આપી દેવાનું.
અજાણ્યા નંબર પરથી કૉલ આવે તો એને રિસ્પૉન્સ ન આપો.
મેસેજમાં મોકલવામાં આવેલી લિન્ક પર ક્લિક ન કરો.
સોશ્યલ મીડિયા પર મોકલાતી જાહેરાતોની લાલચમાં ન આવો.
કોઈ પણ લિન્ક પર તમારી બૅન્ક-ડીટેલ, OTP ક્યારેય ન આપો.
પેઇડ ટાસ્કમાં ક્યારેય તમારા પૈસા ઇન્વેસ્ટ ન કરો.
જો સાઇબર ફ્રૉડનો શિકાર બનો તો ૧૯૩૦ હેલ્પ લાઇન પર તરત સંપર્ક કરો.
નજીકના પોલીસ-સ્ટેશનમાં કે સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરો.