ગયા વર્ષની તુલનાએ સાડાચાર ગણા લોકો સાઇબર ફ્રૉડના શિકાર બન્યા : ૫૫,૦૦૦ ફરિયાદ નોંધવામાં આવી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૨૪નું વર્ષ પૂરું થવામાં છે ત્યારે આ વર્ષે નવેમ્બર મહિનાના અંત સુધીમાં સાઇબર ફ્રૉડ કરનારાઓએ મુંબઈગરાઓના ૧૨૦૦ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શૅર માર્કેટમાં રોકાણ કરવા અને ડિજિટલ અરેસ્ટ જેવી નવી પદ્ધતિનો ઉપયોગ કરીને સાઇબર ગઠિયાઓએ મુંબઈમાં રહેતા ૫૫,૦૦૦ લોકોને છેતર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૨૬૨ કરોડ રૂપિયાનો ફ્રૉડ થયો હતો જેમાં આ વર્ષે સાડાચાર ગણો વધારો થયો છે.
મુંબઈ પોલીસે સાઇબર ફ્રૉડનો ભોગ બનનારાઓની મદદ માટે ૧૯૩૦ નંબર જાહેર કર્યો છે. આ નંબરમાં જાન્યુઆરીથી નવેમ્બર મહિનાના અંત સુધીમાં પાંચ લાખથી વધુ ફરિયાદ મળી હોવાનું પોલીસે જાહેર કરેલા આંકડા પરથી જણાઈ આવ્યું છે. ગયા વર્ષે પોલીસને આવા ૯૧,૦૦૦ કૉલ આવ્યા હતા.