Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઇબર ગઠિયાઓએ સિનિયર સિટિઝન મહિલાને છેતરીને બે મહિનામાં ૩ કરોડ પડાવ્યા

સાઇબર ગઠિયાઓએ સિનિયર સિટિઝન મહિલાને છેતરીને બે મહિનામાં ૩ કરોડ પડાવ્યા

Published : 15 September, 2024 06:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ ચાલુ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેમાં રહેતાં ૬૧ વર્ષનાં સિનિયિર સિટિઝન મહિલાને સાઇબર ગઠિયાઓએ છેતર્યાં હતાં. તેમને એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતે પોલીસ હોવાનું કહી તેમના બૅન્ક-અકાઉન્ટમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃ‌ત્ત‌િ થઈ છે એમ કહી છેતર્યાં હતાં. એ પછી સાઇબર ગઠિયાઓની ટોળકીએ તેમને કુરિયર ફર્મ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ઑફિસર બની છેતર્યાં હતાં અને બે મહિનાના ગાળામાં તેમના અકાઉન્ટમાંથી ધીમે-ધીમે કરીને ૩.૦૪ કરોડ રૂપિયા અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી છે એવી જાણ થઈ ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કરી એ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ ચાલુ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK