થોડી વાર બાદ મગર જાતે જ પાછો પવઈ લેકમાં ચાલ્યો ગયો હતો, તેણે કોઈના પર હુમલો કર્યો નહોતો.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) બૉમ્બેના કૅમ્પસમાં રવિવારે રાતે ૭થી ૮ વાગ્યે રસ્તા પર મગર જોવા મળ્યો
પવઈમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) બૉમ્બેના કૅમ્પસમાં રવિવારે રાતે ૭થી ૮ વાગ્યે રસ્તા પર મગર જોવા મળ્યો હતો. પવઈ લેકમાંથી એ રસ્તા પર આવી ગયો હતો. રસ્તે જઈ રહેલા રાહદારીઓ સુરિક્ષત અંતર રાખી એને જોવા ઊભા રહ્યા હતા. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો એના ફોટો પણ પાડ્યા અને કેટલાકે મોબાઇલમાં એનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ કરી દીધો હતો. રસ્તા પર મગર આવી ગયો હોવાની જાણ પોલીસ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી. જોકે થોડી વાર બાદ મગર જાતે જ પાછો પવઈ લેકમાં ચાલ્યો ગયો હતો, તેણે કોઈના પર હુમલો કર્યો નહોતો.

