Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈ પોલીસે ચેઇન-સ્નૅચરોની ગૅન્ગ પકડી

નવી મુંબઈ પોલીસે ચેઇન-સ્નૅચરોની ગૅન્ગ પકડી

Published : 08 October, 2024 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપીઓ પાસેથી એક મંગળસૂત્ર, ૩ ચેઇન, બે મોટરસાઇકલ એમ કુલ મળી ૭.૭૦ લાખ રૂપિયાની મત્તા તેમની પાસેથી જપ્ત કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈ પોલીસને વાશી, કામોઠે, બેલાપુર અને ખારઘરમાંથી અવારનવાર મહિલાઓ તરફથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ચોરાયાની ફરિયાદ મળી રહી હતી. એથી એ ચેઇન-સ્નૅચરોને પકડી લેવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી.


ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અજય કુમાર લાંડગેએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘અમને આરોપીઓની ઇમેજ મળી હતી એથી તેઓને પકડવા અમારી સ્પેશ્યલ ટીમે હાઉસિંગ સોસાયટીઓ અને ઉલવેમાં આવેલી લૉજ અને હોટેલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું અને આખરે ૪ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ૨૭ વર્ષનો સાગર મેહરા અને ૧૯ વર્ષનો અભય સુનીલકુમાર નૈન બન્ને ઉત્તર પ્રદેશના છે, જ્યારે ૨૭ વર્ષનો શિખા સાગર મેહરા દિલ્હીનો છે અને ૨૪ વર્ષનો અનુજ ચારી કોપરખૈરણેનો છે. આરોપીઓ પાસેથી એક મંગળસૂત્ર, ૩ ચેઇન, બે મોટરસાઇકલ એમ કુલ મળી ૭.૭૦ લાખ રૂપિયાની મત્તા તેમની પાસેથી જપ્ત કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ ગૅન્ગને ઝડપી લેવાથી ઓછામાં ઓછા ૧૦ ચેઇન-સ્નૅચિંગના ગુના ઉકેલાઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK