Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નજીવી બાબતમાં કર્યો વેરની વસૂલાતનો પ્રયાસ

નજીવી બાબતમાં કર્યો વેરની વસૂલાતનો પ્રયાસ

Published : 26 July, 2023 07:55 AM | IST | Mumbai
Eshan Kalyanikar | eshan.kalyanikar@mid-day.com

ક્રાઇમ બ્રાન્ચે બોગસ આતંકી ધમકી આપનાર નીલેશ દેવપાંડેની કરી ધરપકડ કરી : ટ્રક-ડ્રાઇવર સામે બદલો લેવા રચ્યું હતું કાવતરું : અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવા ઘડ્યું હતું ષડ‍્યંત્ર

નજીવી બાબતમાં કર્યો  વેરની વસૂલાતનો પ્રયાસ

નજીવી બાબતમાં કર્યો વેરની વસૂલાતનો પ્રયાસ



મુંબઈ : મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કથિત આતંકવાદી ધમકી અંગે પોલીસને ખોટી માહિતી આપવા બદલ એક યુવાનની ધરપકડ કરી છે. તપાસમાં આરોપીની નીલેશ દેવપાંડે તરીકે ઓળખ થઈ છે. પોલીસને પૂછપરછ દરમ્યાન ચોંકવનારી વિગતો હાથ લાગી છે. નીલેશ દેવપાંડેએ ધમકીનો કૉલ ટ્રક-ડ્રાઇવર સાથે બદલો લેવાના ઇરાદે કર્યો હતો. નીલેશનું સ્કૂટર ટ્રક સાથે અથડાયા બાદ તેણે ટ્રક-ડ્રાઇવર સામે વેરની વસૂલાત કરવાનો પ્લાન બનાવ્યો હતો.
શનિવારે મોડી રાત્રે એક વાગ્યે મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં અજાણી વ્યક્તિએ ફોન કરીને ખતરનાક માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘કાંજુરમાર્ગનો નીલેશ દેવપાંડે બોલું છું. એક ટ્રક છે જેમાં આરડીએક્સ અને બે પાકિસ્તાની નાગરિકો છે અને તેઓ મુંબઈથી ગોવા તરફ જઈ રહ્યા છે.’ 
ફોન-કૉલની ગંભીરતા જોઈને પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને મહારાષ્ટ્ર એટીએસ અને ગોવા કન્ટ્રોલ રૂમ અલર્ટ કરી દીધાં હતાં.
જોકે તપાસ કરતાં પોલીસને કેટલીક મહત્ત્વની કડીઓ હાથ લાગી હતી અને ફોન-કૉલ અંગે શંકા જન્મી હતી. તપાસમાં ખૂલ્યું કે હકીકતમાં એક ટ્રક નીલેશના સ્કૂટરને નજીવી ટક્કર મારીને નીકળી ગઈ હતી. તપાસમાં જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ ખોટા ફોન-કૉલ પાછળના ઇરાદાની તપાસ કરતાં નીલેશના ખતરનાક ષડયંત્રનો ઘટસ્ફોટ થયો.
અધિકારીએ જણાવ્યું હતું  કે ‘દેખીતી રીતે મામૂલી અકસ્માત પર ગુસ્સે થઈને નીલેશે ટ્રક-ડ્રાઇવરને ફસાવવા અને પોલીસ દ્વારા ટ્રક-ડ્રાઇવર સામે સખત કાર્યવાહી કરાવવાનો પ્લાન બનાવ્યો હતો અને બદલો લેવાના ઇરાદે ફોન કરવાનું કાવતરું ઘડ્યું હતું. ટૅન્કરમાં આરડીએક્સના લઈ જવા અંગેની તેની ઊપજાવી કાઢેલી સ્ટોરી અરાજકતા ફેલાવવા માટે રચવામાં આવી હતી. જોકે મુંબઈ પોલીસના સતર્ક પ્રયાસોને કારણે નીલેશના બોગસ ફોન પાછળના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.’ 


હકીકત પરથી પડદો ઉઠ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પોલીસને ખોટી માહિતી આપવાના આરોપસર નીલેશ દેવપાંડેની તાત્કાલિક ધરપકડ કરી હતી. કાયદાના અમલીકરણની પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના અને વિક્ષેપિત કરવાના તેના ઇરાદાપૂર્વકના પ્રયાસ બદલ હવે તેને ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘જેમ-જેમ કેસ આગળ વધશે તેમ-તેમ અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનું ચાલુ રાખીશું. ભવિષ્યમાં આવી કરતૂતો કરનારા ટીખળબાજો સામે સખતાઈથી કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2023 07:55 AM IST | Mumbai | Eshan Kalyanikar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK