હાશ! લોકલ ટ્રેનના ટાઇમ હેમખેમ રહેશે
લોકલ ટ્રેન
છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે લોકલ ટ્રેનની સર્વિસ ઘટાડવાનો સરકાર નિર્ણય લેશે, કારણ કે લોકલને લીધે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જોકે સેરો સર્વેના પ્રાથમિક અહેવાલ બાદ સુધરાઈએ પોતાનો વિચાર બદલી નાખ્યો છે અને હાલમાં આ બાબતે તેઓ કોઈ નિર્ણય ન લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. એનું કારણ સમજાવતાં ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનમાં મોટી સંખ્યામાં લોઅર અને મિડલ ક્લાસના લોકો ટ્રાવેલ કરતા હોય છે અને સેરો સર્વેના પ્રાથમિક અહેવાલ મુજબ આ લોકોમાં ઍન્ટિબૉડીઝનું પ્રમાણ સારું છે. જો આ રિપોર્ટના આધારે માનીએ તો ટ્રેનને લીધે કોરોનાના કેસમાં વધારો થતો હોવાનું ન કહી શકાય. આ કારણસર હાલમાં લોકલ ટ્રેન બાબતે કોઈ નિર્ણય લેવાનું અમે નથી વિચારી રહ્યા.’

