Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ અને થાણે સહિત ૧૦ જિલ્લાને કોરોના પર ધ્યાન રાખવા માટે જણાવાયું

મુંબઈ અને થાણે સહિત ૧૦ જિલ્લાને કોરોના પર ધ્યાન રાખવા માટે જણાવાયું

Published : 24 April, 2023 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકારે કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના ટાસ્ક ફોર્સની પુનઃરચના કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાજ્યમાં કોરોનાના વધતા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે તાજેતરમાં મુંબઈ, થાણે અને પુણે સહિત ૧૦ ઉચ્ચ જોખમ ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. રાજ્ય સરકારે કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના ટાસ્ક ફોર્સની પુનઃરચના કરી છે. તાનાજી સાવંતે પુણેમાં એક બેઠક યોજી હતી અને આરોગ્ય નિર્દેશક ડૉ. નીતિન આંબેડકર, સુભાષ સાળુંકે, ડૉ. રમણ ગંગાખેડકર, ડૉ. રાજેશ કરકર્તે અને ડૉ. હર્ષદ ઠાકુર સહિત ટાસ્ક ફોર્સના સભ્યો સાથે વાતચીત કરી હતી.


આ બેઠક દરમિયાન ચર્ચાના અંતે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. ડૉ. રમણ ગંગાખેડકરે કહ્યું હતું કે કોરોના માટે દૈનિક પરીક્ષણોની સંખ્યા વધારવી જોઈએ તેમ જ છેલ્લા કેટલાક દિવસોમાં યોજાયેલી મૉક ડ્રિલમાં જે ભૂલો જોવા મળે છે એનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. લૅબોરેટરીઓ કોરોના ટેસ્ટિંગ માટે કાર્યરત રહે એની ખાતરી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK