મુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ
ઘણા લોકો માટે ટ્રેનની ઉપલબ્ધતા મોટી રાહત બની છે. તસવીર : આશિષ રાજે
મુંબઈ લોકલ ટ્રેનમાં દૈનિક મુસાફરોની સરેરાશ સંખ્યા ૮૦ લાખથી ઘટીને ૪૦ લાખની નજીક પહોંચી ગઈ છે. મુંબઈમાં લોકલ ટ્રેનો સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાઈ એના ત્રણ સપ્તાહ બાદ પૅસેન્જરોની સંખ્યા મહામારી અગાઉની સંખ્યાથી અડધાની આસપાસ પહોંચી ગઈ છે.
૧ ફેબ્રુઆરીથી સેન્ટ્રલ રેલવેમાં મુસાફરોની સંખ્યા ૧૬ લાખ અને ૨૩ લાખ વચ્ચે રહી છે, જેમાં ૧૭ ફેબ્રુઆરીએ સૌથી વધુ ૨૩.૫૮ લાખ પૅસેન્જરો નોંધાયા હતા. વેસ્ટર્ન રેલવેમાં પૅસેન્જરોની સૌથી વધુ સંખ્યા ૧૫ ફેબ્રુઆરીએ ૧૮.૧૬ લાખની આસપાસ નોંધાઈ હતી, પરંતુ વત્તા-ઓછા અંશે સરેરાશ આંકડો ૪૦ લાખ કરતાં નીચો રહ્યો છે, જે સામાન્ય સબર્બન રેલવેની ભીડ કરતાં અડધો છે, એમ રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
પબ્લિક પૉલિસી (ટ્રાન્સપોર્ટ) વિશ્લેષક પરેશ રાવલે જણાવ્યા પ્રમાણે ભીડ ઓછી હોવાનું કારણ કદાચ એ છે કે અમે હજી સુધી પૂરતા સજ્જ નહોતા. નિયંત્રિત કલાકોના સમયે વાસ્તવમાં સૌથી વધુ લોકો પ્રવાસ ખેડે છે. મારું માનવું છે કે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની આ તક છે જેમાં તમે કોચ-નંબર ફાળવી શકો છો અને કોચમાં પ્રવાસ ખેડી રહેલા લોકો નિયત સંખ્યા કરતાં વધે નહીં એ સુનિશ્ચિત કરી શકો છો.

