મુંબઈમાં ગઈ કાલે મોટા ભાગનાં રસીકરણ કેન્દ્રો કોરોનાની રસીના અભાવે બંધ રહેતાં સંખ્યાબંધ લોકોએ નિરાશ થવું પડ્યું હતું.
BKC જમ્બો કોવિડ વેક્સિનેશન સેન્ટર
મુંબઈમાં ગઈ કાલે મોટા ભાગનાં રસીકરણ કેન્દ્રો કોરોનાની રસીના અભાવે બંધ રહેતાં સંખ્યાબંધ લોકોએ નિરાશ થવું પડ્યું હતું. સુધરાઈની ટ્વીટ અનુસાર કુલ ૧૩૫ રસીકરણ કેન્દ્રોમાંથી માત્ર ૭૫ કેન્દ્રો જ બુધવારે ચાલુ હતાં.કાર્યરત રહેલાં ૭૫ કેન્દ્રોમાં ૩૨ ખાનગી કેન્દ્રો, ૩૨ મહાનગરપાલિકાનાં કેન્દ્રો અને ૧૧ સરકારી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
મુંબઈનાં કુલ ૧૩૫ કેન્દ્રોમાંથી ૭૫ કેન્દ્રો ખાનગી સુવિધાઓ દ્વારા, ૪૨ મહાનગરપાલિકા દ્વારા અને ૧૭ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સસ્થિત જમ્બો સેન્ટર ખાતે પણ રસીકરણનું કાર્ય બંધ રહ્યું હતું.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)