Corona Virus Effect: મુંબઇ પોલીસ જૂહુ બીચ પર કરી ‘નો એન્ટ્રી’
જુહુ બીચ પર પોલીસનો કડક બંદોબસ્ત
કોરોનાવાઇરસને કારણે મુંબઇ પોલીસ જૂહુ બીચ પર પ્રવેશ પર નિષેધ મુકી દીધો છે. શહેરના સૌથી વધુ ક્રાઉડેડ બીચ પર લોકો ભેગા ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. પોલીસે એમ્યુઝમેન્ટ રાઇડનાં એરિયા પર પ્રવેશની પણ મનાઇ ફરમાવી છે.
દેશમાં કોરોના વાઇરસની સૌથી વધુ માઠી અસર થઇ હોય તો તે મહારાષ્ટ્ર પર થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં ૩૯ પૉઝિટીવ કેસિઝ આવ્યા છે જેમાંથી ૧૪ માત્ર મુંબઇનાં છે.
ADVERTISEMENT
(તસવીર: સમીર માર્કન્ડે)
મુંબઈપોલીસે ગઈ કાલે જુહુ બીચ પર કોઈને આવવા દીધા નહોતા અને દરિયાકિનારા પરના સ્ટૉલ્સ બંધ કરાવ્યા હતા. ત્યારે માણસની ભાગ્યે જ કહી શકાય એવી ગેરહાજરી ડૉગીને નથી વર્તાઈ રહી અને એ ટેસથી ઊંઘ માણી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરે સરકારે આગામી કોઇપણ નોટિસ ન જાહેર થાય ત્યાં સુધીમાં બધી જ શાળાઓ, કૉલેજીઝ, શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દીધી છે. ઉપરાંત બધા જીમ, મૉલ્સ, થિએટર્સ, સ્વીમિંગ પુલ બધું જ મુંબઇ તથા આસપાસનાં વિસ્તારોમાં બંધ કરવાની પણ સૂચના અપાઇ હતી.
દેશમાં કોરોનાવાઇરસનાં કૂલ ૧૧૯ કેસ પોઝિટીવ છે અને આજે સવારે મુંબઇમાં થયેલા મૃત્યુ બાદ મૃત્યુનો આંકડો ભારતમાં ત્રણે પહોંચ્યો છે.

