કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે મુંબઈમાં ગઈ કાલે ઓછા ટેસ્ટિંગ વચ્ચે વધુ નવા કેસ આવ્યા હતા.
Corona Update
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ ઃ કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે મુંબઈમાં ગઈ કાલે ઓછા ટેસ્ટિંગ વચ્ચે વધુ નવા કેસ આવ્યા હતા. પૉઝિટિવિટી ૧૯ થવાથી મુંબઈમાં ફરી ચિંતા વધી છે. ગઈ કાલે ૧૪૫૬ લોકોની કોવિડ-ટેસ્ટ કરવામાં આવી હતી, એમાંથી ૨૭૬ લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. કોવિડની સંભવિત ચોથી વેવમાં મુંબઈમાં ગઈ કાલે પહેલી વખત એક જ દિવસમાં ૨૩ દરદીઓને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૭ દરદીને ઑક્સિજનની જરૂર પડી હતી. આ સાથે પહેલી વખત શહેરમાં ઍડ્મિટ કરેલા દરદીઓની સંખ્યા ૧૦૪ થઈ છે. મુંબઈમાં ગઈ કાલે ૨૭૬ કોવિડના નવા કેસ આવ્યા હતા, જ્યારે ૧૭૭ દરદીઓ રિકવર થયા હતા. આ સાથે ઍક્ટિવ કેસની સંખ્યા ૧૩૬૭ થઈ છે. મુંબઈમાં ૩૧ માર્ચથી ૬ એપ્રિલ દરમ્યાન કોવિડના કેસ વધવાનો આંકડો ૦.૦૧૪૭ ટકા થયો છે અને ૪૬૬૨ દિવસે કે ૧૨ વર્ષ ૭ મહિને કેસ ડબલ થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ ગઈ કાલે કોરોનાના ૯૨૬ નવા કેસ નોંધાયા હતા અને ત્રણ દરદીના મૃત્યુ થયા હતા. આ સાથે રાજ્યમાં કોવિડના ઍક્ટિવ કેસની સંખ્યા ૪૪૮૭ થઈ હતી.