ફરિયાદીને ૨૦૨૦ની પહેલી જુલાઈથી ૧૨ જુલાઈ સુધી કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો
પ્રતીકાત્મક તસવીર
કન્ઝ્યુમર ફોરમે વીમા કંપની અને થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ)ને ૨૦૨૦માં કોરોનાની સારવાર લેનાર પેશન્ટને વળતર પેટે ૩.૪૩ લાખ રૂપિયા આપવાનો આદશ આપ્યો હતો.
આ પહેલાં કંપનીએ કુલ ૪,૪૭,૭૭૧ રૂપિયાના હૉસ્પિટલના બિલમાંથી માત્ર ૧,૩૪,૦૦૦ રૂપિયા જ મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
ફરિયાદીને ૨૦૨૦ની પહેલી જુલાઈથી ૧૨ જુલાઈ સુધી કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે ફેબ્રુઆરી ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીનો ૫,૨૫,૦૦૦ રૂપિયાનો વીમો લીધો હતો.
નિયમ મુજબ ફરિયાદીએ ભરેલા પ્રીમિયમ મુજબ તેને પૂરતું વળતર મળવું જોઈએ.
કોર્ટે હૉસ્પિટલની બાકીની રકમ ઉપરાંત ૧૦ ટકા વ્યાજ, માનસિક ત્રાસ બદલ ૨૦,૦૦૦ રૂપિયા અને કોર્ટની કાર્યવાહીના ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પણ જણાવ્યુ હતું.