હિન્દુ રીતરિવાજમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેની ઇચ્છાઓ નંદીના કાનમાં બોલે છે તો એ પૂર્ણ થતી હોય છે.
બાબુલનાથ મંદિરમાં નંદીના કાનમાં કંઈક કહેતી ડાકોટા જૉન્સન.
બ્રિટિશ રૉકબૅન્ડ કોલ્ડપ્લેના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિને ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ધૂમ મચાવી એ પહેલાં પોતાની ઍક્ટ્રેસ ગર્લફ્રેન્ડ ડાકોટા જૉન્સન સાથે બાબુલનાથ મંદિર અને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં હતાં.
ADVERTISEMENT
સિદ્ધિવિનાયક મંદિરમાં આરતી કરતાં ક્રિસ માર્ટિન અને ડાકોટા.
બાબુલનાથ મંદિરની મુલાકાત વખતે ડાકોટા જૉન્સન શંકર ભગવાનના વાહન નંદીના કાનમાં કંઈક પ્રાર્થના કરતી જોવા મળી હતી. હિન્દુ રીતરિવાજમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેની ઇચ્છાઓ નંદીના કાનમાં બોલે છે તો એ પૂર્ણ થતી હોય છે.
ગઈ કાલે મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પર્ફોર્મ કરતો ક્રિસ માર્ટિન. આ જ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેની કૉન્સર્ટ આજે અને મંગળવારે પણ છે.
સિદ્ધિવિનાયક મંદિરમાં તેમની સાથે બૉલીવુડની ઍક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ હતી.