મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde`s Big Statement)એ શુક્રવારે (30 જૂન) તેમની સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde`s Big Statement)એ શુક્રવારે (30 જૂન) તેમની સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે તેમની સરકારે આરોગ્ય યોજના હેઠળ વીમા કવચ રૂા. 1.5 લાખથી વધારીને રૂા. 5 લાખ અને ખેડૂતોને વાર્ષિક રૂા. 6,000ની નાણાકીય સહાય આપવા સહિતના અનેક નિર્ણયો લીધા છે.
પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પાટણ ખાતે રૂા. 122.59 કરોડની યોજનાઓના શિલાન્યાસ સમારોહમાં ઓનલાઈન ભાગ લઈ શિંદે (CM Eknath Shinde`s Big Statement)એ કહ્યું કે, શિવસેના-ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ગઠબંધન સરકાર નવેમ્બર 2019ની ચૂંટણી પછી તરત જ રચાવી જોઈતી હતી, પરંતુ 50 ધારાસભ્યો અને 13 સાંસદો સાથે લગભગ અઢી વર્ષ પછી તે શક્ય બન્યું હતું. તેઓ એકીકૃત શિવસેનાના કેટલાક વિધાનસભ્યોના બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના કારણે મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું પતન થયું અને 30 જૂન, 2022ના રોજ તેમના માટે મુખ્યપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં શિંદેના ગૃહ જિલ્લાના 126 ગામો માટે 86 વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. શિવસેનાના નેતાએ કહ્યું કે તેમની સરકાર વિકાસ અને લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું, “અમે લોકોના કલ્યાણ માટે નિર્ણયો લઈ રહ્યા છીએ, જેમાં `નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના` હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો સમાવેશ થાય છે. આમ, હવે ખેડૂતોને દર વર્ષે 12,000 રૂપિયા મળશે, કારણ કે કેન્દ્ર સરકાર પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપી રહી છે.
મુખ્યપ્રધાને કહ્યું કે, તેવી જ રીતે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય વીમા યોજના `મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના` હેઠળ રાજ્યના 12.5 કરોડ લોકો રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.
સીએમ શિંદેએ કહ્યું કે તેમની સરકારે માત્ર એક વર્ષમાં 32 સિંચાઈ યોજનાઓને મંજૂરી આપી છે, જેના અમલીકરણ પછી છ લાખ હેક્ટર જમીનની સિંચાઈ શક્ય બનશે. તેમણે કહ્યું કે, “અમે વિકાસ કાર્યો દ્વારા સરકારની રચનાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.”
‘શાસન આપલ્યા દારી’ પ્રકલ્પ માટે વિપક્ષો ટીકા કરી રહ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) એ વિપક્ષની ટીકાનો પ્રત્યુત્તર આપતાં કહ્યું છે કે, અગાઉની સરકાર ઘરમાં રહેતી હતી જ્યારે અમારી સરકાર લોકોના ઘરે-ઘરે જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે સરકાર ‘શાસન આપલ્યા દારી’ના કાર્યક્રમમાં વધુ પડતો ખર્ચ કરી રહી છે. આ જ ટીકાનો હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)એ જવાબ આપ્યો છે. પુણેમાં આજે `શાસન આપલ્યા દારી` કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.