શિવાજી પાર્કની સભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું…
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે
શિવાજી પાર્કમાં ગઈ કાલે આયોજિત કરવામાં આવેલી જાહેર સભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘અઢી વર્ષના ગ્રહણમાંથી અમે રાજ્યને છોડાવવાનું કામ કર્યું છે. એ સમયે બંધ સમ્રાટ મુખ્ય પ્રધાનપદે હતા. ધારાવી પ્રોજેક્ટ બંધ કરીશું, રિફાયનરી બંધ કરીશું, તમે શું શરૂ કરશો એ તો કહો. આ બંધ સમ્રાટને હવે બંધ કરવાનો સમય આવી ગયો છે. મોદીજીનું હું દિલથી સ્વાગત કરું છું. સ્વાભિમાનનો બુલંદ નારો છે મોદી, ચમચમતો તારો છે મોદી. વડા પ્રધાન અહીં બાળાસાહેબના વિચારને સાકાર કરવા આવ્યા છે. ૨૩ નવેમ્બરે દિવાળી ઊજવવાની છે એટલે ફટાકડા તૈયાર રાખો. વડા પ્રધાને અનેક વિકાસકામના ઉદ્ઘાટન કર્યાં છે. આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. મોદીજી અમારા મિત્ર ફિલોસૉફર અને ગાઇડ પણ છે. તેમણે મુંબઈને વર્લ્ડ ફાઇનૅન્સ સેન્ટર અને ફિનટેક સેન્ટર બનાવવાનું કહ્યું છે.’