Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠા અનામત: શિંદેએ કાઢ્યો માર્ગ, આવતીકાલથી કામ થશે શરૂ

મરાઠા અનામત: શિંદેએ કાઢ્યો માર્ગ, આવતીકાલથી કામ થશે શરૂ

Published : 30 October, 2023 08:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મરાઠા અનામત: એકનાથ શિંદેએ અનામતને લઈને બનાવવવામાં આવેલી સબ-કમિટીની મીટિંગ બોલાવી. આ મીટિંગમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા, જેના પર હવે એકનાથ શિંદે સરકાર અમલ કરીને મરાઠા આંદોલનને શાંત કરવાની યોજના ઘડી રહી છે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)


મરાઠા અનામત: એકનાથ શિંદેએ (Eknath Shinde) અનામતને લઈને બનાવવવામાં આવેલી સબ-કમિટીની મીટિંગ બોલાવી. આ મીટિંગમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા, જેના પર હવે એકનાથ શિંદે સરકાર અમલ કરીને મરાઠા આંદોલનને શાંત કરવાની યોજના ઘડી રહી છે.


મરાઠા અનામત: મરાઠા આરક્ષણ (Maratha Reservation) દરમિયાન આંદોલને હિંસક વલણ અપનાવી લીધું છે. આ દરમિયાન મહારાષ્ટ્રની (Maharashtra) એકનાથ શિંદે (Eknath Shinde) સરકારે આંદોલનને શાંત કરાવવા માટે ત્રીસૂત્રીય ફૉર્મ્યુલા પર આગળ વધવાનો નિર્ણય લીધો છે. રાજ્યના અનેક ભાગમાં સોમવારે મરાઠા આંદોલન હિંસક થઈ ગયું અને એનસીપીના વિધેયક પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર ભીડે હુમલો કરી દીધો. અનેક ગાડીઓને પણ આગના હવાલે કરી દીધી. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ આરક્ષણને લઈને બનાવવામાં આવેલી સબ-કમિટીની મીટિંગ બોલાવી. આ મીટિંગમાં ત્રણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેના પર એકનાથ શિંદે સરકાર અમલ કરીને મરાઠા આંદોલનને શાંત કરવાની યોજના ઘડી રહી છે.



મરાઠા અનામત: આ હેઠળ પહેલું પગલું એ છે કે રિટાયર્ડ જસ્ટિસ સંદીપ શિંદે કમિટીની ભલામણોને આધારે મરાઠા સમુદાયના લોકોને તત્કાલ કુનબી જાતીનું સર્ટિફિકેટ આપવામાં આવે. મહારાષ્ટ્રમાં આ જાતિ ઓબીસી હેઠળ આવે છે. ત્યાર બાદ બીજું પગલું એ હશે કે મરાઠા અનામતને લાગુ પાડવા માટે સુપ્રીમ કૉર્ટમાં મક્કમતાથી પક્ષ રજૂ કરવામાં આવે. સરકારે 12 ટકા આરક્ષણ શિક્ષણ સંસ્થાઓમાં અને 13 ટકા નોકરીઓમાં આપવાનો નિર્ણય લીધો હતો. આ મામલે સુપ્રીમ કૉર્ટે (Supreme Court) સ્ટે મૂકી દીધો હતો.


મરાઠા અનામત: કુનબી જાતિનું સર્ટિફિકેટ મેળવનારા મરાઠા સમુદાયના લોકોને ઓબીસી ક્વોટાનો ફાયદો થશે. જો કે, આ સર્ટિફિકેટ તે લોકોને જ મળશે, જેમનો ઉલ્લેખ નિઝામના રાજ દરમિયાન રેકૉર્ડમાં કુનબી તરીકે થયો હતો. મરાઠવાડા ક્ષેત્રમાં નિઝામના શાસન દરમિયાન મરાઠા સમુદાયના એક મોટા વર્ગને કુનબી તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમનો રેકૉર્ડ પણ મળ્યો છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જસ્ટિસ સંદીપ શિંદેની કમિટીએ શરૂઆતમાં રિપૉર્ટ સોંપી દીધો છે. આ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17.2 મિલિયન દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. આમાં 11530 દસ્તાવેજો મળ્યા છે, જેમાં કુનબીનો ઉલ્લેખ છે.

મરાઠા અનામત: તેમણે કહ્યું કે આ રેકૉર્ડના આધારે રેવેન્યૂ ડિપાર્ટમેન્ટ તરફથી પાત્ર લોકોને કુનબી જાતિનું સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કામ મંગળવારથી જ શરૂ થઈ જશે. આની સાથે જ સુપ્રીમ કૉર્ટેમાં (Supreme Court) લડાઈ પણ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મરાઠા સમુદાયને કેવી રીતે પછાત માનવામાં આવે, આ માટે એક વિસ્તૃત સ્ટડી પણ થશે. આ અધ્યયન અમે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ પાસેથી કરાવીશું.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2023 08:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK