મહારાષ્ટ્રમાં NRC ઍક્ટ લાગુ કરવાની માગણી સાથે સિવિલ સોસાયટી ઑફ મહારાષ્ટ્રે શરૂ કરી ઝુંબેશ
જનતા NRC ઝુંબેશની ગુરુવારે મુંબઈમાં જાહેરાત કરવામાં આવી હતી.
ભારતમાં ગેરકાયદે રહેતા રોહિંગ્યા, બંગલાદેશી, પાકિસ્તાની અને અફઘાન નાગરિકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો અને એમાં પણ ખાસ કરીને મુસ્લિમો ભારતમાં ઘૂસી ગયા છે જેને લીધે ભારતમાં સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક જોખમ ઊભું થયું છે. ભારત સરકારે ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરીને તેમને દેશમાંથી હાંકી કાઢવા માટેનો નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) ઍક્ટ બનાવ્યો છે. કેટલાંક રાજ્યોએ આ ઍક્ટને અમલમાં મૂક્યો છે. મહારાષ્ટ્રમાં ૧ કરોડ જેટલા ગેરકાયદે વિદેશી મુસ્લિમો રહે છે. રાજ્ય સરકાર તેમની સામે કોઈ પગલાં નહીં લે તો જનતા આ લોકોની ઓળખ કરીને હાંકી કાઢશે એવી ચીમકી સિવિલ સોસાયટી ઑફ મહારાષ્ટ્રએ ઉચ્ચારી છે. આ માટેની ઝુંબેશની એણે શરૂઆત પણ કરી છે અને લોકોને એમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે.
સિવિલ સોસાયટી ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ સુરેશ ચવ્હાણકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં લાંબા સમયથી રોહિંગ્યા, બંગલાદેશી, પાકિસ્તાની અને અફઘાનિસ્તાનના મુસ્લિમો ગેરકાયદે ઘૂસણખોરી કરે છે. તેમને લીધે ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં, મુસ્લિમો દ્વારા ગુનાખોરીમાં ધરખમ વધારો થયો છે અને મોટા પ્રમાણમાં લવ જેહાદ પણ કરવામાં આવી રહી છે. આ બધું રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તાત્કાલિક ધોરણે NRC કાયદો અમલમાં મૂકવો જોઈએ. અમે જોકે સરકારને ભરોસે રહેવા નથી માગતા એટલે રાજ્યના દરેક શહેર અને ગામમાં રહેતા લોકોના ડેટા તપાસવા માટે સાત તબક્કાનો કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં સ્વયંસેવકો દ્વારા ડેટા કલેક્શન કરવામાં આવશે, જનજાગૃતિ ફેલાવવામાં આવશે, લીગલ ડૉક્યુમેન્ટ્સ અને વેરિફિકેશન નિવૃત્ત પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે અને અંતમાં ગેરકાયદે ભારતમાં ઘૂસેલા લોકોની ઓળખ થઈ ગયા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. અમારી આ ઝુંબેશ નૉન-પૉલિટિકલ છે અને સાથે સંકળાયેલા લોકોને પણ કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી.’
ADVERTISEMENT
જનતા NRCમાં જોડાઓ
સામાન્ય લોકોના સાથ વિના બિનસરકારી ઝુંબેશ સફળ ન થાય એટલે સિવિલ સોસાયટી ઑફ મહારાષ્ટ્રની જનતા NRC ઝુંબેશમાં યુવા અને વિદેશી મુસ્લિમોને લીધે થઈ રહેલી ગંભીર અસર બાબતે વિચારનારા લોકો મોટા પ્રમાણમાં જોડાય એવી અપીલ કરવામાં આવી છે. વધુ ને વધુ લોકોને આ ઝુંબેશમાં જોડાવા માટે janatanrc.org, www.janatanrc.org અથવા 92092 04204 નંબર પર સંપર્ક કરી શકાશે.