Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેઈએમ હૉસ્પિટલ અને એના કૅમ્પસમાં માસ્ક કમ્પલ્સરી

કેઈએમ હૉસ્પિટલ અને એના કૅમ્પસમાં માસ્ક કમ્પલ્સરી

Published : 05 June, 2022 11:19 AM | IST | Mumbai
Suraj Pandey | suraj.pandey@mid-day.com

આ ઉપરાંત ઑપરેશન પહેલાં પેશન્ટની કોવિડની ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કોરોનાનું જોખમ વધવા સાથે કેઈએમ હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ કૉલેજે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. એક સર્ક્યુલર દ્વારા હૉસ્પિટલના અધિકારીઓએ હૉસ્પિટલ કૅમ્પસમાં માસ્ક ફરજિયાત કરવા ઉપરાંત ડૉક્ટર્સ, પૅરામેડિકલ સ્ટાફ, પેશન્ટ્સ અને તેમના સંબંધીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઑપરેશન પહેલાં પેશન્ટની કોવિડની ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં હોવાની જાણકારી આપી છે.


ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરમાંથી મુંબઈગરાને માંડ રાહત મળી હતી, પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં ફરી એક વાર કોરોનાએ માથું ઊંચકતાં કેસમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. શુક્રવારે શહેરમાં કોવિડના કુલ ૭૬૩ નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. કેસ વધવા સાથે જ રાજ્ય સરકારે ઍડ્વાઇઝરી જાહેર કરીને ઑડિટોરિયમ, હૉસ્પિટલ અને ઑફિસ જેવી બંધ જગ્યાઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.  



કોવિડના પ્રસારમાં થતી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કેઈએમ હૉસ્પિટલે પણ ડૉક્ટર્સ, પેશન્ટ્સ અને તેમના સંબંધીઓ માટે કૅમ્પસમાં પ્રવેશ કરતાં જ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ ફરી લાગુ કર્યો છે.  


કોરોનાની ત્રીજી લહેરમાં ડૉક્ટર્સ સંક્રમિત થતાં તેમને ફરજિયાત ક્વૉરન્ટીન થવાની ફરજ પડી હતી, જેને કારણે ફરજ પરના અન્ય ડૉક્ટર્સ પર કામનો બોજ વધી ગયો હોવાથી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય એ માટે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 11:19 AM IST | Mumbai | Suraj Pandey

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK