કાર્યવાહી કરતાં પહેલાં સિડકોએ મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટ હેઠળ ૨૧૬૦ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO-સિડકો)એ ગઈ કાલે કહ્યું હતું કે એણે ૨૦૨૪માં ૨૧૦૨ ગેરકાયદે સ્ટ્રક્ચર્સ તોડીને નવી મુંબઈની બે લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીન અતિક્રમણથી મુક્ત કરી હતી. આખા વર્ષમાં ૫૪૭ વખત કાર્યવાહી કરીને એણે ૨૧૦૨ સ્ટ્રક્ચર્સ તોડ્યાં હતાં જેમાં ગેરકાયદે બિલ્ડિંગનો પણ સમાવેશ હતો. કાર્યવાહી કરતાં પહેલાં સિડકોએ મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટ હેઠળ ૨૧૬૦ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.