આ ફૅન્સી ડ્રેસમાં ભાગ લેનાર બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી.
બાળકો
જેલનું નામ પડે એટલે કેદીઓથી ભરેલી જેલનાં દૃશ્યોવાળી ફિલ્મ નજર સામે આવી જાય, પણ જેલના આ વાતાવરણમાં ક્યાંક કુમળું બાળપણ પણ ખીલતું-ગુંજતું હોય છે એની કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. ગઈ કાલે કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં આવેલી જેલમાં કેદીઓનાં બાળકોએ ફૅન્સી ડ્રેસ પહેરીને બાળદિનની ઉજવણી કરી હતી. અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ૧૩૬મી જન્મજયંતી પણ ખૂબ જ ઉત્સાહથી ઊજવાઈ હતી. સેવાધામ સંસ્થા દ્વારા જેલની મહિલા કેદીઓનાં બાળકો માટે ફૅન્સી ડ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ફૅન્સી ડ્રેસમાં ભાગ લેનાર બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી.