Chembur Fire: એક વન સ્ટ્રક્ચર મકાનમાં આગ ફાટી નિકળવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. આગનું કારણ હજી અકબંધ છે.
આગની પ્રતીકાત્મક તસવીર
મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં એક ચાલીમાં બે માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી (Chembur Fire) હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. આજે સવારે સિદ્ધાર્થનગર વિસ્તારમાં આ આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં આગ લાગી છે તે ચાલી વિસ્તારમાં ઘણા બધા વન સ્ટ્રક્ચર મકાનો આવેલા છે. એવા જ એક મકાનમાં આગ ફાટી નિકલવાથી એક જ પરિવારના પાંચ લોકો હોમાયા છે.
હોસ્પિટલમાં ખસેડાયા પણ ડોકટરોએ મૃત જાહેર કર્યા
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યારે આગ લાગી ત્યારે આ પરિવારના 7 સભ્યો સૂઈ રહ્યાં હતાં. અને અચાનકથી આગ વધી જવાથી તેઓનું મોત થયું છે. મૃતકોમાં 7 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને ઘરની બહાર કાઢીને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.
રાજાવાડી હૉસ્પિટલમાં હાજર રહેલા મેડિકલ ઑફિસર ડૉ. અજિતે ચકાસણી કરી હતી અને તે લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં પેરિસ ગુપ્તા (7), મંજુ પ્રેમ ગુપ્તા (30), અનિતા ગુપ્તા (39), પ્રેમ ગુપ્તા (30) અને નરેન્દ્ર ગુપ્તા (10), વિધિ ચેદિરામ ગુપ્તા, (15) તેમ જ ગીતાદેવી ધરમદેવ ગુપ્તા (60) નો સમાવેશ થાય છે.
ક્ષણભરમાં તો બધુ ખાખ થઈ ગયું
રાત્રિભોજન બાદ આજે રવિવાર હોવાથી મોડીરાત્રે પરિવાર સૂઈ રહ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે તે સૌ સૂતા હતા ત્યારે અચાનક ઘરમાં આગ લાગી (Chembur Fire) હતી. પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે આ આગ એટલી વિકરાળ હતી કે ક્ષણભરમાં જ ઘર આગની લપેટમાં આવી ગયું હતું. અને બળીને ખાખ થઈ ગયું હતું.
અત્યારે તો સિદ્ધાર્થ કોલોની વિસ્તાર આ કંપાવનરી ઘટનાથી હચમચી જવા પામ્યો છે. ગુપ્તા પરિવાર એક વન પ્લસ રૂમમાં રેટ હતા. અને આ રીતે એક જ પરિવારના પાંચ સભ્યોના મોતને પગલે પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરિવારની બીજીથી ત્રીજી પેઢી અહીં રહેતી હતી.
શા કારણોસર આ આગ ફાટી નીકળી?
આ આગ ફાટી નીકળવાની ઘટના (Chembur Fire) પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે સત્તાવાર તપાસ ચાલી રહી છે. આગને કારણે થયેલા નુકસાનનું હજુ આકલન કરવામાં આવી રહ્યું છે.
અત્યારે કહેવાઈ રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ (Chembur Fire) લાગી હતી. બધા સૂતા હોવાથી સમયસર જાગી શક્યા ન હતા. બધા જાગ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાત લોકો જે અપર હતા જેઓ આઆગ લાગ્યા બાદ બહાર નીકળી શક્ય નહોતા અને તેઓનું મોત થયું છે.