વિધાનસભાની ચૂંટણીમાં બળવો કરનારાઓને ચંદ્રશેખર બાવનકુળેએ ચેતવણી આપી
ચંદ્રશેખર બાવનકુળે
વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા રાજ્યની તમામ ૨૮૮ બેઠકમાં ઉમેદવારી જાહેર કર્યા બાદ ટિકિટ ન મળતાં સૌથી વધુ નારાજગી BJPમાં જોવા મળી રહી છે અને પક્ષના અનેક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે પક્ષ દ્વારા આ નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમને ૯૯ ટકા વિશ્વાસ છે કે નારાજ નેતાઓ ઉમેદવારી પાછી ખેંચી લેશે. જે નેતા પક્ષની વાત નહીં સાંભળે તેની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરીને છ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાર્યવાહી થયા બાદ તેઓ છ વર્ષ સુધી પક્ષમાં પાછા નહીં ફરી શકે.’