નવી મુંબઈમાંથી ચેઇનસ્નૅચર ઝડપાયો હતો. તેની પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાના ચોરીના દાગીના મળ્યા હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : નવી મુંબઈમાંથી ચેઇનસ્નૅચર ઝડપાયો હતો. તેની પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાના ચોરીના દાગીના મળ્યા હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં ૧૪ મેએ મોટરબાઇક પર સવાર બે વ્યક્તિએ એક મહિલાના ગળામાંથી ચેઇન આંચકી લીધી હતી, જેને કારણે મહિલાને સાધારણ ઈજા પણ થઈ હતી. રબાળે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત લાંડગેએ કહ્યું હતું કે પોલીસે મંગળવારે ૨૯ વર્ષના કથિત રીતે મોટરબાઇક ચલાવતા યુવાનને ઝડપી લીધો હતો. પોલીસ મોટરબાઇકની પાછલી સીટ પર સવાર તેની સાથે ગુનામાં ભાગીદાર યુવકને શોધી રહી છે.
પોલીસે આ ઘટનામાં ૫૦,૦૦૦ રૂપિયાનું ઝવેરાત તથા ૧,૧૦,૦૦૦ રૂપિયાની મોટરબાઇક જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા યુવાન પર આઇપીસીની કલમ ૩૯૪ (લૂંટ દરમ્યાન ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.