Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાંઈ ભક્તોમાં આનંદો : આ રુટ પર શિર્ડી વંદેભારત ટ્રેનની વધારાઈ સ્પીડ

સાંઈ ભક્તોમાં આનંદો : આ રુટ પર શિર્ડી વંદેભારત ટ્રેનની વધારાઈ સ્પીડ

30 August, 2023 05:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મધ્ય રેલવે દ્વારા ઇગતપુરી-મનમાડ રૂટ પર CSMT-શિર્ડી વંદે ભારત ટ્રેનની સ્પીડ 130 kmph સુધી વધારવામાં આવી છે. હવે શિર્ડી સાંઈ બાબાના મંદિરના દર્શન કરવા સરળ બની જશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય રેલવે (Central Railway) દ્વારા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. એવું પણ કહી શકાય કે મધ્ય રેલવે દ્વારા લોકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે સાંઈ ભક્તોને સરસ ભેટ આપવામાં આવી છે. ઇગતપુરી-મનમાડ રૂટ પર CSMT-શિર્ડી વંદે ભારત ટ્રેનની સ્પીડ વધારવામાં આવી છે. આ ટ્રેનની સ્પીડ 130 kmph સુધી વધારવામાં આવી છે.


જો કે, વંદે ભારત ટ્રેનની સંભવિત ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. પરંતુ હાઇ-સ્પીડ રેલ્વે ટ્રેક નેટવર્કના અભાવને કારણે આ ટ્રેનો તેમની સંપૂર્ણ ક્ષમતા દોડી શકતી નથી. તાજેતરમાં જ ઇગતપુરી-શિર્ડી વચ્ચેના 125 કિમીના રૂટ પર 110 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી ટ્રેન દોડાવવાની મંજૂરી મળી ગઈ છે. 



મધ્ય રેલવેના આ દર્શનને કારણે હવે શિર્ડી (Shirdi) સાંઈ બાબાના મંદિરના દર્શન કરવા હવે સરળ બનશે. મધ્ય રેલવે ટૂંક સમયમાં ઇગતપુર-મનમાડ લાઇન પર છત્રપતિ શિવાજી ટર્મિનસ-શિર્ડી વંદે ભારત ટ્રેનની સ્પીડ વધારવા જઈ રહી છે. હવે આ ટ્રેન આ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. હાલમાં આ ટ્રેન ઈગતપુર અને શિર્ડી વચ્ચે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. હાલમાં આ સ્પીડ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે.


એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, રેલ્વે બોર્ડના નિર્દેશો અનુસાર મધ્ય રેલવેએ આ ટ્રેનની સ્પીડ વધારવા માટે ટ્રેક પરની જરૂરી સુધારણા શરૂ કરી દીધી છે. જ્યારે આ સુધારણાનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે આ ટ્રેન દ્વારા મુસાફરીનો સમય ઓછો થઈ જશે. લગભગ ઓછામાં ઓછો 30 મિનિટ જેટલો મુસાફરીનો સમય ઘટી જાય તેવી સંભાવના છે. 

આ ટ્રેનની સ્પીડ વધવાને કારણે ઇગતપુરી-ભુસાવળ રૂટ પરની અન્ય ટ્રેનોને પણ ફાયદો થશે. જેનાથી આ રૂટ પર મુસાફરીનો સમય પણ 30 મિનિટ જેટલો ઘટી જશે. ટ્રેન નંબર 22223 સવારે 06.20 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઊપડતી હોય છે અને આ ટ્રેન સવારે 11.40 વાગ્યે શિર્ડી પહોંચે છે. જ્યારે ફરી વળતી વખતે આ ટ્રેન (22224) શિર્ડીથી સવારે 5.25 વાગ્યે ઉપડે છે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ રાત્રે 10.50 વાગ્યે પહોંચે છે.


અગાઉ મધ્ય રેલવે ઝોને CSMT-શિર્ડી સાંઈનગર વંદે ભારત એક્સપ્રેસને કલ્યાણ સ્ટેશન પર સ્ટોપેજ પણ આપ્યું હતું. મુંબઈ સાંઈનગર શિર્ડી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રના અનેક શહેરોને જોડે છે. મુખ્ય રીતે હવે મહારાષ્ટ્રના નાસિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગર શિર્ડી અને શનિ સીંગાપુર જેવા સ્ટેશનો વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સારો એવો સુધારો થઈ શકશે. છત્રપતિ-શિર્ડી સાંઈનગર વંદે ભારત ટ્રેન મંગળવાર છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલે છે. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તેને લીલી ઝંડી બતાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2023 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK