પ્રત્યેક પૉડમાં આરામદાયક કુશનવાળી બેસવાની વ્યવસ્થા, ડાઇપર બદલવા માટેનું સ્થળ, પંખો, લાઇટ, ડાઇપરના નિકાલ માટે ડસ્ટબિનની વ્યવસ્થા હશે
પ્રતીકાત્મક તસવીર
પ્રવાસ દરમ્યાન મહિલાઓ પોતાનાં બાળકોને સ્વચ્છ અને સુરિક્ષત વાતાવરણમાં સ્તનપાન કરાવી શકે એ માટે મધ્ય રેલવે સીએસએમટી, દાદર, થાણે અને કલ્યાણ સહિત મુંબઈ ડિવિઝનનાં સાત મહત્ત્વનાં સ્ટેશનો પર ૧૩ અદ્યતન નર્સિંગ-પૉડ્સ બનાવશે.
આ નર્સિંગ-પૉડ્સ ભારતીય રેલવેની નૉન-ફેર રેવન્યુ પૉલિસી હેઠળ સ્થાપિત કરાશે તથા મુસાફરો માટે આ સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. આ યોજના હેઠળ સીએસએમટી ખાતે એક, દાદર અને લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે ત્રણ, થાણે અને લોનાવલા ખાતે બે તથા કલ્યાણ અને પનવેલ ખાતે એક-એક નર્સિંગ-પૉડ્સ સ્થાપિત કરાશે એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
પ્રત્યેક પૉડમાં આરામદાયક કુશનવાળી બેસવાની વ્યવસ્થા, ડાઇપર બદલવા માટેનું સ્થળ, પંખો, લાઇટ, ડાઇપરના નિકાલ માટે ડસ્ટબિનની વ્યવસ્થા હશે એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
પૉડની બાજુઓમાં સંપૂર્ણ કૉન્ટ્રૅક્ટ અવધિ માટે લાઇસન્સધારકની જાહેરાતો હશે જેને દેખીતી રીતે આકર્ષક બનાવવામાં આવશે.