સેન્ટ્રલ રેલવે ગુરુવાર અને શુક્રવાર (પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બર) વચ્ચેની રાતે ૧૨ વધારાની ટ્રેન દોડાવશે. સેન્ટ્રલ લાઇનમાં પરેલથી કલ્યાણ અને હાર્બર લાઇનમાં કુર્લાથી પનવેલ વચ્ચે આ ટ્રેનો દોડાવવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે દાદરની ચૈત્યભૂમિ પર દેશભરમાંથી તેમને અંજલિ આપવા આવતા અનુયાયીઓને સુગમતા રહે એ માટે સેન્ટ્રલ રેલવે ગુરુવાર અને શુક્રવાર (પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બર) વચ્ચેની રાતે ૧૨ વધારાની ટ્રેન દોડાવશે. સેન્ટ્રલ લાઇનમાં પરેલથી કલ્યાણ અને હાર્બર લાઇનમાં કુર્લાથી પનવેલ વચ્ચે આ ટ્રેનો દોડાવવામાં આવશે.
વધારાની આ ટ્રેનોમાં કુર્લાથી ૦૦.૪૫ વાગ્યે પહેલી ટ્રેન છૂટશે જે ૦૧.૦૫ વાગ્યે પરેલ પહોંચશે, જ્યારે વળતી ટ્રેનમાં પરેલથી ૩.૦૫ વાગ્યે છૂટનારી લોકલ ૦૩.૨૦ વાગ્યે કુર્લા પહોંચશે.
ADVERTISEMENT
હાર્બર લાઇનમાં વાશીથી કુર્લા માટે ૧.૩૦ વાગ્યે નીકળેલી લોકલ ૨.૧૦ વાગ્યે કુર્લા પહોંચશે. પનવેલથી ૧.૪૦ વાગ્યે છૂટનારી લોકલ ૨.૪૫ વાગ્યે કુર્લા પહોંચશે. વાશીથી છેલ્લી વધારાની લોકલ ૩.૧૦ વાગ્યે નીકળશે અને ૩.૪૦ વાગ્યે કુર્લા પહોંચશે, જ્યારે કુર્લાથી વાશી જવા છેલ્લી વધારાની ટ્રેન સવારના ૦૪.૦૦ વાગ્યે છૂટશે જે ૪.૩૫ વાગ્યે વાશી પહોંચશે.