મુંબઈ સેન્ટ્રલથી માહિમ વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર નાઇટ-બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રવિવારે થાણે અને દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૧૦.૫૦થી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી બ્લૉક રાખવામાં આવ્યો છે એટલે આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે. રવિવારે હાર્બર લાઇનમાં કુર્લાથી વાશી વચ્ચે પણ બન્ને તરફની આવતી અને જતી લાઇન પર સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા દરમ્યાન બ્લૉક રાખવામાં આવ્યો છે. લોકોને અગવડ ન પડે એ માટે કેટલીક ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા અને કેટલીક ટ્રેનો પનવેલથી વાશી વચ્ચે દોડાવવામાં આવશે.
વેસ્ટર્ન લાઇનમાં શનિવારે રાતે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યાથી રવિવારે પરોઢિયે ૪.૧૫ વાગ્યા દરમ્યાન મુંબઈ સેન્ટ્રલથી માહિમ વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર નાઇટ-બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે દિવસ દરમ્યાન કોઈ બ્લૉક નહીં હોય.