મુંબઈમાં આવી જમીન વડાલા, કાંજુરમાર્ગ અને મુલુંડમાં આવેલી છે.
ધારાવી
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ઝડપથી કામ શરૂ થાય એ માટે કેન્દ્ર સરકારે ૨૫૬ એકર સૉલ્ટ પૅન લૅન્ડ (મીઠાગરની જમીન) મહારાષ્ટ્ર સરકારને ૯૯ વર્ષની લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે. આ જમીન રાજ્ય સરકાર ધારાવીના રીડેવલપમેન્ટ માટે તૈયાર કરાયેલી ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને માર્કેટભાવ પ્રમાણે લીઝ પર આપશે.
રાજ્ય સરકારે ૨૮૩ એકર જમીનની માગણી કરી હતી, પણ કેન્દ્ર સરકારે ૨૫૬ એકર જમીન આપવાનો નિર્ણય ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી કૅબિનેટની મીટિંગમાં લીધો હતો. આ જમીનોની માલિકી કેન્દ્ર સરકારના કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી હેઠળ આવતા સૉલ્ટ લેક ઑર્ગેનાઇઝેશનની હોય છે. મુંબઈમાં આવી જમીન વડાલા, કાંજુરમાર્ગ અને મુલુંડમાં આવેલી છે. ધારાવીમાં પુનર્વસન પ્રોજેક્ટમાં ઘર મેળવવાને અપાત્ર લોકો માટે આ જમીન પર રેન્ટલ હાઉસિંગ સ્કીમ હેઠળ બિલ્ડિંગો તૈયાર કરવામાં આવશે.