પોલીસે થાણેના એક ગોડાઉનના બે માલિકો વિરુદ્ધ પરમિટ વિના ૧.૨૭ કરોડ રૂપિયાનાં જોખમી કેમિકલ્સનો સંગ્રહ કરવા બદલ ફોજદારી ગુનો નોંધ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : પોલીસે થાણેના એક ગોડાઉનના બે માલિકો વિરુદ્ધ પરમિટ વિના ૧.૨૭ કરોડ રૂપિયાનાં જોખમી કેમિકલ્સનો સંગ્રહ કરવા બદલ ફોજદારી ગુનો નોંધ્યો છે. પોલીસની એક ટીમે બુધવારે ભિવંડી વિસ્તારના પૂર્ણા ખાતે આવેલા ગોડાઉન પર દરોડો પાડીને સ્ટૉક જપ્ત કર્યો હતો. પોલીસે ગોડાઉનમાં કયાં રસાયણોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો એ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ જણાવ્યું હતું કે એ જોખમી અને હાનિકારક છે. કેમિકલ્સને ગોડાઉનમાં ગેરકાયદે રીતે સંગ્રહિત કરવામાં આવ્યાં હતાં, કેમ કે માલિકો જાણતા હતા કે કેમિકલ્સને કારણે કોઈ પણ દુર્ઘટના થાય તો એ નાગરિકોના જીવનને જોખમમાં મૂકી શકે એમ છે. પોલીસે જણાવ્યું હતું કે બંને વ્યક્તિ સામે સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.