Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવાબ મલિક બાદ પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ, ફ્રેન્ચ મહિલાના ચક્કરમાં થઈ શકે છે ધરપકડ

નવાબ મલિક બાદ પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ, ફ્રેન્ચ મહિલાના ચક્કરમાં થઈ શકે છે ધરપકડ

Published : 18 January, 2023 02:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈની કુર્લા પોલીસ(Mumbai Police)એ પૂર્વ મંત્રી નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક(Faraz Malik)વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો છે.

નવાબ મલિક

નવાબ મલિક


મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મંત્રી નવાબ મલિક(Nawab Malik)ની મુશ્કેલીઓ હજુ ઓછી નથી થઈ રહી કે હવે તેમના પુત્ર પર કાયદો કડક થઈ રહ્યો છે. મુંબઈની કુર્લા પોલીસ(Mumbai Police)એ પૂર્વ મંત્રી નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક(Faraz Malik)વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકે ફ્રેન્ચ મહિલાના વિઝા લંબાવવામાં મદદ કરી હતી. નવાબ મલિકના પુત્ર વિરુદ્ધ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કલમ 420, 465, 468, 471, 34 આઈપીસી અને ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14નો ઉપયોગ કરવામાં આવ્યો છે.


ફ્રેન્ચ મહિલાનો મામલો શું છે?



જાણવા મળ્યું છે કે 2 માર્ચ 2022થી 23 જૂન 2022 વચ્ચે કુર્લામાં નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોની 2020માં હેરફેર કરવામાં આવી હતી. સ્પેશિયલ બ્રાન્ચ ઓફિસરની ફરિયાદ પર કુર્લા પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફરાજ અને હેમલિન (ફ્રેન્ચ મહિલા) ઉપરાંત પોલીસે અન્ય કેટલાક લોકો સામે પણ કેસ નોંધ્યો છે. ખરેખર, હેમલિન વર્ષ 2020માં ભારત આવી હતી, જેની અરજી વિઝા વધારવા માટે આપવામાં આવી હતી. આ સાથે નકલી દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જ્યારે સ્પેશિયલ બ્રાન્ચ ઓફિસરને આ વાતની જાણ થઈ તો તેમણે કુર્લા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી.


આ પણ વાંચો: પઠાન વિવાદ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, નેતાઓને કરી એવી ભલામણ કે...

નવાબ મલિક હજુ પણ જેલમાં છે
જણાવી દઈએ કે ઈડીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નવાબ મલિકની ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. મલિક વિરુદ્ધ EDનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે. દાઉદ ઈબ્રાહિમ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, બોમ્બે હાઈકોર્ટે જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની જામીન અરજીની તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો. ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતો પણ આ ડીલમાં સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK