Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના પોઇસરમાં કારે બે વ્યક્તિને અડફેટે લીધી : એકનું મોત, બીજી ઘાયલ

કાંદિવલીના પોઇસરમાં કારે બે વ્યક્તિને અડફેટે લીધી : એકનું મોત, બીજી ઘાયલ

Published : 22 June, 2024 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાઇસન્સ વગરના ડ્રાઇવરે ગાડી ચલાવવાનું શીખતી વખતે કર્યો અકસ્માત

કારની આગળ પગપાળા જઈ રહેલાં યુવાન અને મહિલા.

કારની આગળ પગપાળા જઈ રહેલાં યુવાન અને મહિલા.


કાંદિવલી-વેસ્ટના પોઇસરમાં ગાંવદેવી રોડ પર ગઈ કાલે સવારે એક કારે એક મહિલા અને એક ​પુરુષને અડફેટે લીધાં હતાં. એ દુર્ઘટનામાં મહિલાનું મોત થયું હતું, જ્યારે પુરુ​ષને ઈજા થઈ છે. કાંદિવલી પોલીસે કાર ચલાવનાર અને તેના મિત્રની આ સંદર્ભે ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.


આ ઘટના વિશે માહિતી આપતાં કાંદિવલી પોલીસના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે બની હતી. એ વખતે કાર ૩૦ વર્ષનો સુરેન્દ્ર ગુપ્તા ચલાવી રહ્યો હતો. તેની પાસે લાઇસન્સ નથી. તેને તેનો ૨૬ વર્ષનો ફ્રેન્ડ રાજેન્દ્ર ગુપ્તા કાર ચલાવતાં શીખવી રહ્યો હતો. સુરેન્દ્ર ગુપ્તાએ બે જણને અડફેટે લીધા હતા. ઘાયલ થયેલાં મહિલા અને યુવાનને ઘટના બાદ શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. મહિલા ગંભીર ઈજા થતાં મૃત્યુ પામી હતી, જ્યારે યુવાન બચી ગયો છે. અમે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે. અમે સુરેન્દ્ર ગુપ્તા અને તેના મિત્ર રાજેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરી છે. તેમની સામે બેદરકારીપૂર્વક અને બેકાળજી બતાવીને મૃત્યુ નિપજાવવાની કલમ ૩૦૪ (૨) હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે અને તેમની કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2024 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK