Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

એક કામ, દો કાજ

Published : 03 January, 2023 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોસ્ટલ રોડથી ઈસ્ટર્ન ફ્રીવે વચ્ચે બનનારી અન્ડર-ગ્રાઉન્ડ ટનલ તૈયાર થયા બાદ ટ્રાફિકના ત્રાસમાંથી તો મુક્તિ મળશે અને સાથોસાથ ટ્રાન્સ હાર્બર લિન્ક સુધી પણ ગણતરીની મિનિટોમાં પહોંચી શકાશે

મરીન ડ્રાઇવ પર ચાલી રહેલા કોસ્ટલ રોડના કામની ફાઇલ તસવીર

મરીન ડ્રાઇવ પર ચાલી રહેલા કોસ્ટલ રોડના કામની ફાઇલ તસવીર


દ​​ક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવથી સીએસએમટી પાસેના ઈસ્ટર્ન ફ્રીવે તરફ જવું હોય તો પીક-અવર્સના ટ્રાફિકમાં ૪૦ મિનિટથી એક કલાકનો સમય લાગી જાય છે. એટલે આ સમય ઘટાડવા માટે પહેલાં ફ્લાયઓવર બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ એ રૂટ પર ઘણાં બધાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ આવતાં હોવાથી એ શક્ય નહોતું. એટલે હવે એ રૂટ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. એમએમઆરડીએ આ ટનલ બનાવવાની છે. ૩.૫ કિલોમીટર લાંબી આ ટનલ બનાવવા માટે ૬,૩૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.  


મૂળ મરીન ડ્રાઇવથી વાયા ​પ્રિન્સેસ સ્ટ્રીટ ક્રૉફડ માર્કેટ, ત્યાંથી યુટર્ન લઈને જીપીઓ અને ત્યાંથી મિન્ટ રોડ (શહીદ ભગત સિંહ રોડ) અને એ પછી ઈસ્ટર્ન ફ્રીવે સુધી જવામાં બહુ જ સમય લાગે છે. એ સિવાય મરીન ડ્રાઇવથી ચર્ચગેટ, ફાઉન્ટન, સીએસએમટી અને ત્યાંથી જીપીઓ અને શહીદ ભગત સિંહ રોડ એ રૂટ પર પણ ભયંકર ટ્રાફિક જૅમ હોય છે. જો આ ટનલ બને તો આ ટ્રાફિક જૅમમાંથી મુક્તિ મળી શકે એમ છે અને પાંચથી ૧૦ મિનિટમાં જ આ ડિસ્ટન્સ કાપી શકવું શક્ય બનશે.



જોકે મુંબઈમાં પાણીની પાઇપલાઇન, સિવરેજ લાઇન અને અન્ય યુટિલિટી ફૅસિલિટીનું માળખું અન્ડરગ્રાઉન્ડ હોવાથી ટનલ બનાવી શકાય કે નહીં એ સવાલ હતો. જોકે એમએમઆરડીએએ જણાવ્યું છે કે એ માટે પહેલાં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો હતો અને એનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમએમઆરડીએએ આ માટેનાં ટેન્ડર શનિવારે બહાર પાડ્યાં છે અને ૩થી ૪ મહિનામાં એનો કૉન્ટ્રૅક્ટ આપી દેવાશે.


કોસ્ટલ રોડથી ઈસ્ટર્ન ફ્રીવે સુધીની આ ટનલમાં બન્ને તરફ બે-બે લેન હશે, આ ટનલ ૪ વર્ષ સુધીમાં તૈયાર કરવાનું હાલ પ્લાનિંગ છે. મરીન ડ્રાઇવ કોસ્ટલ રોડને જોડતી આ ટનલ મેટ્રો-થ્રીના ગ્રાન્ટ રોડ, ગિરગામ અને એસવીપી રોડ સ્ટેશનની નીચેથી પણ પાસ થશે અને આગળ જઈ ઈસ્ટર્ન એક્સપ્રેસ ફ્રીવેની પાસે ખૂલશે, જેનાથી શિવડી ન્હાવા-શેવાને જોડતા ટ્રાન્સ હાર્બર લિન્ક પર પણ જઈ શકાશે અને નવા બની રહેલા ઍરપોર્ટ સુધી પહોંચવું પણ આસાન બની રહેશે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું સ્ટેશન ૨૫થી ૨૭ ફુટ ઊંડું હોય છે, જ્યારે આ ટનલ ૩૦ ફુટ અને એના કરતાં વધુ ઊંડી હશે. આ પ્રોજેક્ટ માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પાસેથી કેટલીક જમીન લેવી પડે એમ છે. જોકે એ આપવા માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પણ તૈયારી દાખવી છે.  

એમએમઆરડીએએનું કહેવું છે કે અમે આ પ્રોજેક્ટ માટે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને હવે એ અમલમાં મુકાઈ રહ્યો છે, અમે આ ટનલ ૪ વર્ષમાં બનાવી લેવાનું ટાર્ગેટ રાખ્યું છે.  


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK