Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈની બિઝનેસવુમન સાથે ૯૪ લાખની છેતર​પિંડી

નવી મુંબઈની બિઝનેસવુમન સાથે ૯૪ લાખની છેતર​પિંડી

Published : 29 October, 2024 12:15 PM | Modified : 29 October, 2024 01:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈની એક બિઝનેસવુમન સાથે ૯૪ લાખની છેતર​પિંડી થતાં તેણે આ સંદર્ભે વાશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈની એક બિઝનેસવુમન સાથે ૯૪ લાખની છેતર​પિંડી થતાં તેણે આ સંદર્ભે વાશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. 


આ કેસના ત્રણ આરોપીઓએ ૪૦ વર્ષની એ બિઝનેસવુમનને એવું કહ્યું હતું કે તેની કંપનીને અમરાવતીની કંપની દ્વારા મોટો ઑર્ડર મળી શકે એમ છે, જોકે એ માટે તેણે ફાઇનૅન્સ શો કરવો પડશે. એ પછી ઉકેલરૂપે તે મહિલાને તેની કંપનીની મશીનરી મૉર્ગેજ રાખી એ સામે લોન અપાવવાની તૈયારી દર્શાવાઈ હતી. આરોપીઓએ ત્યાર બાદ મહિન્દ્ર ફાઇનૅન્સમાંથી ૯૪ લાખ રૂપિયાની લોન સૅન્ક્શન કરાવી પણ લીધી અને લોનના એ પૈસા તેમણે જાતે જ રાખી લીધા હતા અને મહિલાને આપ્યા નહોતા. એથી મહિલાએ આ સંદર્ભે વાશી પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.



આ કેસની તપાસ કરી રહેલા વાશી પોલીસ-સ્ટેશનના ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં જે આરોપી છે તે બિઝનેસમાં મહિલાનો પાર્ટનર જ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને એ પછી મહિલા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું બન્યું હતું? છેતર​પિંડી થઈ છે કે પછી તેમના આંતરિક ઝઘડાને લઈ આ ફરિયાદ કરાઈ છે એ બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK