Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીકેસીમાં બુલેટ ટ્રેનના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન માટે ૩૬૮૧ કરોડનું ટેન્ડર મંજૂર થયું

બીકેસીમાં બુલેટ ટ્રેનના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન માટે ૩૬૮૧ કરોડનું ટેન્ડર મંજૂર થયું

Published : 31 December, 2022 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીકેસીમાં બુલેટ ટ્રેનનું અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે એફકૉન, એલઍન્ડટી, જે. કુમાર વગેરે કંપનીઓએ પણ ટેન્ડર ભર્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને ગતિ મળી રહી છે. મુંબઈના બીકેસીમાં બુલેટ ટ્રેનનું અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ ૩,૬૮૧ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.


નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે (એનએચએસઆરસીએલ) મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડોર માટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવા માટે ૩,૬૮૧ કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કર્યું છે. આ કામ મેળવવા માટે સૌથી ઓછું ટેન્ડર ભરનારી મેઘા એન્જિનિયરિંગ અને એચસીસી નામની કંપનીઓને સંયુક્ત કામ સોંપવામાં આવશે, એમ એનએચએસઆરસીએલના એક અધિકારીએ કહ્યું હતું.



બીકેસીમાં બુલેટ ટ્રેનનું અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે એફકૉન, એલઍન્ડટી, જે. કુમાર વગેરે કંપનીઓએ પણ ટેન્ડર ભર્યાં હતાં. આમાંથી જે કુમારને ડિસ્ક્વૉલિફાય કરી દેવામાં આવી હતી. એફકૉને ૪,૨૧૭ કરોડનું અને એલએન્ડટીએ ૪,૫૯૦ કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK