Buldhana Pregnancy Case: હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી દરમિયાન ડોક્ટરોને તેની આ હાલત વિષે જાણ થઈ હતી. માતાને સામાન્ય પ્રસૂતિ થવાની શક્યતા છે.
ગર્ભવતી મહિલાની પ્રતીકાત્મક તસવીર
માતાના ગર્ભમાં બાળક હોય અને એનાય ગર્ભમાં બાળક હોય.... શું તમને પણ આ જાણીને નવાઈ લાગી ને ? પણ, હા આવું બને છે. અને તાજતેરમાં જ મહારાષ્ટ્રના બુલઢાણામાં આવો વિચિત્ર કિસ્સો (Buldhana Pregnancy Case) બન્યો છે. અહીની હોસ્પિટલમાં છેલ્લા 35 મહિનાથી પ્રેગ્નેન્ટ એક મહિલાની જ્યારે સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે ડોકટરોને જાણ થઈ હતી કે આવું બન્યું છે.
તમને જણાવી દઈએ કે મહિલા છેલ્લા કેટલાંક મહિનાઓથી ગર્ભવતી હતી. પોલીસ અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મહિલાની સોનોગ્રાફી દરમિયાન ડોક્ટરોને તેની આ હાલત વિષે જાણ થઈ હતી. હોસ્પિટલનાં સ્ત્રી રોગ વિશેષજ્ઞએ આ માહિતી આપી હતી.
ADVERTISEMENT
તેઓ આ મામલે (Buldhana Pregnancy Case) જણાવે છે કે અત્યારસુધીમાં દુનિયામાં આ પ્રકારના 200 કેસ સામે આવ્યા છે. વળી આવા કેસ ડિલિવરી પછી ધ્યાનમાં આવ્યા છે. ભારતમાં પણ 10-15 કેસ આવ્યાં છે. અત્યારે જે મહિલાના ગર્ભમાં રહેલા બાળકના ગર્ભમાં અન્ય ગર્ભ છે તેની ડિલિવરી કરવાનો પર્યટન કરવામાં આવી રહ્યો છે. આ મહિલાની ઉંમર 32 વર્ષની છે અને તે બે બાળકોની માતા છે.
બાળક અને માતાની સ્થિતિ વિષે શું કહે છે ડોક્ટર્સ?
આ મામલે (Buldhana Pregnancy Case) ડૉક્ટર અગ્રવાલ કહે છે કે, “અગાઉની સોનોગ્રાફીમાં આ બાબત ચુકાઈ ગઈ હતી. આ એક ખૂબ જ દુર્લભ સ્થિતિ હોઈ તેની કલ્પના પણ કરવી અઘરી છે. આ સ્થિતિ અંગે મેં કેટલાક અન્ય ડોકટરો પાસેથી વિગતવાર અભ્યાસ કર્યો અને તેની પુષ્ટિ કરી છે."
બુલઢાણા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારી કહે છે કે, “માતાને સામાન્ય ડિલિવરી થવાની શક્યતા છે. જો કે, બાળકને જન્મ પછી તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી શકે છે"
ગર્ભમાં રહેલ બાળકની વૃદ્ધિ દેખાઈ રહી છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને `ફિટસ ઇન ફિટુ` એમ ઓળખવામાં આવે છે. બહુ જ રૅર કેસમાં આવું બનતું હોય છે. જ્યારે આવા બાળકનો જન્મ થાય છે ત્યારે તેને જન્મ્યા પછી અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારનો કેસ મહારાષ્ટ્રના બુલઢાણામાં આવ્યો હોઈ તેણે ચર્ચા જગાવી છે.
જોકે, હજી સુધી આ પ્રકારની ચોક્કસ સ્થિતિ શા કારણોસર સર્જાય છે તે વિષેનું કોઈ સ્પષ્ટ કારણ સમજી શકાયું નથી. પણ, એવું કહેવાય છે કે જ્યારે સમાન જોડકાંનો ગર્ભમાં વિકાસ થતો હોય છે ત્યારે તેની વિકાસયાત્રા દરમિયાન વિસંગતતાના પરિણામે આ પ્રકારની વિચિત્રતા સર્જાય છે.
અત્યારે આ કેસ (Buldhana Pregnancy Case)માં મહિલાની પ્રસૂતિ સુરક્ષિત રીતે થાય અને બાળકને કોઈ નુકસાન ન થાય તે રીતે આગળની પ્રક્રિયા માટે તેને છત્રપતિ સંભાજીનગરના કોઈ ચીકીત્સા કેન્દ્રમાં મોકલવામાં આવી છે.

