Buldhana Hair Fall Virus: બે-ત્રણ દિવસમાં તો આ લોકોના માથાના તમામ વાળ ઊતરી જવાથી તેઓ ટાલિયા થઈ ગયા હતા. વાળ ઊતરવાની માહિતી મળતાં આરોગ્ય વિભાગે આની પાછળનું કારણ જાણવા માટે ગામમાં સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
ગામમાં એક બાળકના વાળ ચેક કરતો મેડિકલ ઑફિસર અને વાળ ગુમાવનાર વ્યક્તિ (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલાં ત્રણ ગામમાં છેલ્લા એક મહિનાથી સ્ત્રીઓ અને પુરુષોના વાળ અચાનક ફટાફટ ઊતરવા લાગતાં લોકોમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું હતું. દૂષિત પાણીને લીધે ગામના લોકોના વાળ ખૂબ જ જડપથી વાળ ઉતારવા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સમાચારે આખા રાજ્યમાં સનસનાટી મચાવી હતી. જોકે હવે આ ગામના લોકોના વાળ તો પરત આવી રહ્યા છે, પણ હવે તેમને આંખે ઓછું દેખાતું હોવાનો દાવો અને ફરિયાદ આ લોકો કરી રહ્યા છે.
બુલઢાણામાં આવેલા શેગાવ તાલુકામાં આવેલાં બોંડગાવ, કાલવડ અને હિંગણા નામનાં ગામોમાં રહેતાં પચાસ જેટલી મહિલાઓ અને પુરુષોના વાળ અચાનક ઊતરવા લાગ્યા હતા. જેમના વાળ ઊતરવા લાગ્યા હતા તેમના માથામાં થોડા દિવસ પહેલાં ભરપૂર વાળ હતા. અચાનક વાળ ઊતરવા લાગતાં વાયરસને લીધે આવું થઈ રહ્યું હોવાની દહેશતથી આ ગામોમાં હોબાળો મચી ગયો હતો. જેમના વાળ ઊતરી ગયા છે તેમને પહેલાં માથામાં ખંજવાળ આવવા લાગી હતી. તેઓ માથું ખંજવાળતા ત્યારે તેમના હાથમાં વાળનો ગુચ્છો આવી જતો હતો. બે-ત્રણ દિવસમાં તો આ લોકોના માથાના તમામ વાળ ઊતરી જવાથી તેઓ ટાલિયા થઈ ગયા હતા. વાળ ઊતરવાની માહિતી મળતાં આરોગ્ય વિભાગે આની પાછળનું કારણ જાણવા માટે ગામમાં સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
દરમિયાન, આ સંદર્ભમાં હવે એક નવા અપડેટ સામે આવ્યા છે. બુલઢાણાના શેગાવ ગામના ઘણા લોકોના માથા પર એક દવાના કારણે વાળ હવે વધી ગયા છે, પરંતુ હવે તેમની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. જે લોકો ટાલવાળા હતા, જેઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હતા. તેમને હવે આંખોની તકલીફ થવા લાગી છે. આ ગામના લોકો કહી રહ્યા છે કે કેટલાક લોકોની દૃષ્ટિ નબળી પડી રહી છે. તો, વાળ ખર્યા પછી, હવે ગ્રામજનો તરફથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ શોધવાની માગ કરવામાં આવી રહી છે.
શેગાવના ઘણા ગામોમાં વાળ ઉતરી જાય છે તેવો વાયરસ ફેલાયો છે. પહેલા માથામાં ખંજવાળ, પછી વાળ ખરવા અને સીધા હથેળીમાં પડવા, અને પછી ત્રીજા દિવસે લોકોને ટાલ પડી જાય, જેના કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ. આ ગામના લોકોની સમસ્યા રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ હતી કારણ કે નાનાથી લઈને વૃદ્ધો સુધી, દરેકના વાળ ખરવા લાગ્યા હતા. ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે આ લોકોને ફંગલ ચેપ નથી. આ સમસ્યા દરમિયાન, ICMR ની એક ટીમ પણ ગામમાં આવી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

