Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સીતારમણે મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું: ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન

સીતારમણે મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું: ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન

Published : 01 February, 2024 09:12 PM | Modified : 01 February, 2024 10:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઠાકરેએ કહ્યું કે, આખરે સરકારને સમજાયું કે દેશમાં આ ચાર વર્ગના લોકો છે. તેમણે કહ્યું કે, “મોદી સરકારે તેનું છેલ્લું બજેટ (Budget 2024) રજૂ કર્યું છે."

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારનું ‘છેલ્લું’ બજેટ (Budget 2024) રજૂ કર્યું છે. રાયગઢ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે સીતારમણના કહેવા પ્રમાણે બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો



ઠાકરેએ કહ્યું કે, આખરે સરકારને સમજાયું કે દેશમાં આ ચાર વર્ગના લોકો છે. તેમણે કહ્યું કે, “મોદી સરકારે તેનું છેલ્લું બજેટ (Budget 2024) રજૂ કર્યું છે. હું નાણાં પ્રધાનનો આભાર માનવા માગુ છું કારણ કે તેમણે ભારે હૈયે આ કામ કર્યું અને છેલ્લું બજેટ રજૂ કર્યું.” સીતારમણે લોકસભા ચૂંટણી પહેલાં ગુરુવારે તેમનું સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું.


ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ

સીતારમને પ્રિ-પોલ બજેટ રજૂ કર્યું હતું, જે એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ટેક્નિકલ રીતે વોટ ઓન એકાઉન્ટ છે. તેને વચગાળાના બજેટ તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે.


એક તરફ મોદી સરકાર આ બજેટના વખાણ કરી રહી છે તો બીજી તરફ વિપક્ષે તેની ટીકા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વચગાળાના સામાન્ય બજેટને `ઐતિહાસિક, સર્વસમાવેશક અને નવીન` ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બજેટ 2047ના `વિકસિત ભારત`ના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાને વીડિયો સંદેશ દ્વારા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં એમ પણ કહ્યું હતું કે, “આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે જે વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો.”

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2024 10:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK