Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, દંપતીના વકીલે કરી સ્પષ્ટતા

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, દંપતીના વકીલે કરી સ્પષ્ટતા

Published : 11 October, 2024 12:33 PM | Modified : 11 October, 2024 03:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને નહીં ખાલી કરવું પડે ઘર, EDના નિર્ણય પર બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક; વકીલ પ્રશાંત પાટીલે કરી સ્પષ્ટતા, "પોન્ઝી ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં કોઈ સંડોવણી નથી"

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા


બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ ગુરુવારે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ, બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા જારી કરવામાં આવેલી ઘર ખાલી કરાવવાની નોટિસ (Bombay High Court pauses ED`s eviction notice) પર રોક લગાવી દીધી છે. ૬,૬૦૦ કરોડ રુપિયાના કથિત પોન્ઝી ક્રિપ્ટોકરન્સી કૌભાંડ (Ponzi Cryptocurrency Scam)ના સંબંધમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act - PMLA) હેઠળ દંપતીને ઘર ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી.


શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વકીલ પ્રશાંત પાટીલ (Prashant Patil)એ જણાવ્યું કે કોર્ટનું આ પગલું તેમને EDની કાર્યવાહીને પડકારવાની તક આપે છે. ‘ઈડી દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની રહેણાંક મિલકતો સામે ઈવેક્શન નોટિસ જારી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે થોભાવી દીધી છે.’, એમ વકીલ પ્રશાંત પાટીલે ઉમેર્યું હતું.



EDએ કથિત બિટકોઈન ફાર્મિંગના સંબંધમાં PMLA હેઠળ ૯૭.૭૯ કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. EDએ દાવો કર્યો હતો કે, આરોપીઓએ વર્ષ ૨૦૧૭માં ૬,૬૦૦ કરોડ રૂપિયાના બિટકોઇન્સ (Bitcoins) એકત્ર કર્યા હતા, જેમાં ૧૦ ટકા માસિક વળતરનું ખોટું વચન આપ્યું હતું.


જો કે, પાટીલે સ્પષ્ટતા કરી કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કથિત પોન્ઝી ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં કોઈ સંડોવણી નથી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વકીલ પ્રશાંત પાટીલે કહ્યું હતું કે, ‘રાજ કુન્દ્રા અને તેમની પત્ની શિલ્પા શેટ્ટી કુન્દ્રાને ક્રિપ્ટોકરન્સીના પોન્ઝી કૌભાંડ સાથે કંઈ લેવાદેવા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કિસ્સામાં પણ એવું નથી. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાને કહેવાતા કથિત પોન્ઝી કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી જેનું મૂળ વર્ષ ૨૦૧૭માં હતું. મારા ક્લાયન્ટની રહેણાંક મિલકતો સામે ED દ્વારા ઇવિક્શન નોટિસ જારી કરવામાં આવી હતી, જેને માનનીય હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. રાજ કુન્દ્રા અને શશિલ્પા શેટ્ટી કુન્દ્રાને વધુ રાહત આપવા માટે દિલ્હી એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે સમય આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં વધુ સહકાર આપવો એ મારા ક્લાયન્ટની ફરજ છે.’

નોંધનીય છે કે, EDની નોટિસમાં દંપતીની રહેણાંક મિલકતો, તેમના રહેઠાણ અને ફાર્મ હાઉસ સહિતનો કબજો ૧૩ ઓક્ટોબર સુધીમાં લેવાની માંગ કરવામાં આવી હતી. ED દ્વારા અટેચ કરવામાં આવેલી મિલકતોમાં જુહુ (Juhu)માં એક ફ્લેટ, પુણે (Pune)માં એક બંગલો અને કુન્દ્રાના નામે ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-ડેરે (Revati Mohite-Dere) અને પૃથ્વીરાજ ચવ્હાણ (Prithviraj Chavan)ની બનેલી અદાલતે દંપતીને વધુ રાહત માટે દિલ્હી (Delhi)માં એપેલેટ ટ્રિબ્યુનલ (Appellate Tribunal) સમક્ષ અપીલ દાખલ કરવાનો સમય આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2024 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK