Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પેટ્રોલ અને ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ મૂકવો શક્ય છે કે નહીં?

પેટ્રોલ અને ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ મૂકવો શક્ય છે કે નહીં?

Published : 16 January, 2025 11:33 AM | Modified : 16 January, 2025 12:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરમાં સતત વધી રહેલા ઍર-પૉલ્યુશનને ડામવા માટે બૉમ્બે હાઈ કોર્ટનો સરકારને ક્રાન્તિકારી સવાલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વધી રહેલાં વાહનોને લીધે મુંબઈમાં હવાની ગુણવત્તા બગડતી હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે રાજ્ય સરકારને એક્સપર્ટ્સની એક પૅનલ બનાવીને પેટ્રોલ અને ‌ડીઝલનાં વાહનો પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવો શક્ય છે કે નહીં એનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનું કહેવું છે કે ઍર-પોલ્યુશનને ડામવા માટે મુંબઈના રોડ પર કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) અને ઇલેક્ટ્રિસિટી પર ચાલતાં વેહિકલ જ હોવાં જોઈએ.


ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ડિવિઝન બૅન્ચે પંદર દિવસની અંદર એક્સપર્ટ્સની પૅનલની રચના કરવા કહ્યું હતું. કોર્ટનું માનવું છે કે શહેરની કથળતી હવાની ગુણવત્તા માટે વાહનોનું પ્રદૂષણ સૌથી વધારે જવાબદાર છે અને એને લીધે ઍર-પૉલ્યુશનને ડામવા માટે જેટલાં પગલાં લેવામાં આવે છે એ અપૂરતાં પુરવાર થાય છે.



હાઈ કોર્ટે સરકારની પૅનલને આ બાબતે સ્ટડી કરીને ત્રણ મહિનાની અંદર રિપોર્ટ સુપરત કરવા પણ કહ્યું છે. આની સાથે કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)ને પણ આદેશ આપ્યો છે કે ‘લાકડા અને કોલસાથી ચાલતી તમામ બેકરી એક વર્ષને બદલે છ મહિનાની અંદર ગૅસસંચાલિત થઈ જવી જોઈએ. જે બેકરીવાળા આ સમયમર્યાદામાં બદલાવ ન કરે તેનું લાઇસન્સ રદ કરી નાખવું.’


હવે પછી લાકડા કે કોલસાથી ચાલનારી નવી બેકરીને પરવાનગી આપવાની પણ ના પાડી દીધી છે. એટલું જ નહીં, શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર પૉલ્યુશન ઇન્ડિકેટર પણ મૂકવાનો BMC અને MPCBને આદેશ કોર્ટે આપ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી ૧૩ ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2025 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK