Bombay HC Rejects PIL: પૂણે શહેરના રહેણાંક વિસ્તારોમાં સવારે 4:00 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સરેરાશ અવાજ પ્રદૂષણનું સ્તર આશરે 101.3 ડેસિબલ નોંધવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે ધ્વનિ પ્રદૂષણ નિયમન, 2020 જેમાં ધાર્મિક સરઘસ, તહેવારો અને અન્ય ઉજવણીઓમાં લેઝર બીમ અને લાઉડ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ સામે વાંધો ઉઠાવતી પીઆઈએલ પર બોમ્બે હાઈ કોર્ટે (Bombay HC rejects PIL) ચુકાદો આપ્યો છે. અવાજની મર્યાદાનું ઉલ્લંઘન કરતી લાઉડસ્પીકર અને અન્ય સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધની માગણી કરતી અરજીને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે અરજી કરનારને યોગ્ય સત્તાધિકારીને અપીલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી ગણેશોત્સવ દરમિયાન ડીજે અને લાઉડ સ્પીકરના ઉપયોગનો માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તહેવારોમાં વપરાતા લેઝર કિરણો જોખમી છે જેને કારણે ડીજે સિસ્ટમ અને અન્ય સમાન સિસ્ટમોથી થતા ધ્વનિ પ્રદૂષણને લીધે અનેક લોકોની આંખોની રોશની ઘટી છે અને ઘણા લોકોને સાંભળવાની સમસ્યા પણ નિર્માણ થઈ છે, એવું ટાંકીને આ અરજી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ (Bombay HC rejects PIL) કરીને દાવો કર્યો હતો કે ધ્વનિ પ્રદૂષણને કારણે નજીકની ઈમારતોમાં ધ્રૂજારી પણ થાય છે. અરજીની સુનાવણી પૂર્ણ થતાં બાદ મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે અનામત ચુકાદો આપતાં હાઈ કોર્ટ દ્વારા લાઇટ લેઝર બીમ અને ડીજે સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. સામાજિક સેવા સંસ્થા અખિલ ભારતીય ગ્રામ પંચાયતની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે અગાઉના કોર્ટના આદેશોના ઉલ્લંઘન અંગે બિનફોકસ્ડ અને સત્તાકીય તપાસ શરૂ કરવા માટે નિર્દેશોની માગણી કરી શકાતી નથી "અરજદાર આ ચુકાદાના ફકરા 102 માં ઉલ્લેખિત ઉલ્લંઘનના પ્રથમ દૃષ્ટિએ પુરાવા રજૂ કર્યા નથી જેથી આ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે બિન-ફોકસ્ડ અને સત્તાકીય તપાસ શરૂ કરવા આદેશની રિટ માંગી શકે નહીં,",ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે જણાવ્યું હતું.
ADVERTISEMENT
પીઆઈએલએ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, પૂણે દ્વારા પ્રકાશિત અહેવાલ પર આધાર રાખ્યો હતો, જેમાં 2023 ગણેશ ઉત્સવ દરમિયાન અવાજ પ્રદૂષણના સ્તરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે પૂણેમાં આ સ્તર જોખમી સ્તરને પણ વટાવી ગયું છે. રહેણાંક વિસ્તારો માટે નિર્ધારિત ધોરણો દિવસ દરમિયાન (Bombay HC rejects PIL) 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ છે. જો કે, છેલ્લા ગણેશ ઉત્સવ દરમિયાન, પૂણે શહેરના રહેણાંક વિસ્તારોમાં સવારે 4:00 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સરેરાશ અવાજ પ્રદૂષણનું સ્તર આશરે 101.3 ડેસિબલ નોંધવામાં આવ્યું હતું. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અવાજ પ્રદૂષણના ધોરણો લાગુ કરવા માટે જવાબદાર અધિકારીઓ તેનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.