બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુર સહિત પ્રસાદ પુરોહિત અને અન્ય છ સામે સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા બ્લાસ્ટનો કેસ ચાલી રહ્યો છે
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત દ્વારા ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાંથી મુક્ત કરવાની અરજી મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે નકારી કાઢી હતી.
બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુર સહિત પ્રસાદ પુરોહિત અને અન્ય છ સામે સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા બ્લાસ્ટનો કેસ ચાલી રહ્યો છે, જેમાં છ વ્યક્તિ માર્યા ગયા હતા તથા ૧૦૦ કરતાં વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે.
ADVERTISEMENT
કેસમાંથી મુક્ત થવાનાં કારણોમાંનું એક કારણ તેમની સામે કાર્યવાહી કરવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મંજૂરીનો અભાવ હોવાનું જણાવાયું હતું. જોકે જસ્ટિસ એ. એસ. ગડકરી અને પ્રકાશ નાઈકની બેન્ચે પ્રસાદ પુરોહિતની અરજી નકારતાં કહ્યું હતું કે તેઓ એ સમયે ફરજ પર ન હોવાથી મંજૂરીનો પ્રશ્ન જ નથી ઊઠતો.