Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મની લૉન્ડરિંગ કેસમાં નવાબ મલિકની જામીનઅરજી પર તાકીદે સુનાવણી કરવાનો કોર્ટનો ઇનકાર

મની લૉન્ડરિંગ કેસમાં નવાબ મલિકની જામીનઅરજી પર તાકીદે સુનાવણી કરવાનો કોર્ટનો ઇનકાર

Published : 14 December, 2022 09:51 AM | Modified : 14 December, 2022 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મામલાની આગામી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ હાથ ધરાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની જામીનઅરજીની તાકીદે સુનાવણી કરવાનો મંગળવારે ઇનકાર કરી દીધો હતો.


જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે યાચિકાની તાકીદે સુનાવણી માટેની વિનંતી નામંજૂર કરી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને અરજી વિશેનો એનો પ્રતિભાવ બે સપ્તાહમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. આ મામલાની આગામી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ હાથ ધરાશે.



મંગળવારે જસ્ટિસ એમ. એસ. કર્ણિકે નવાબ મલિકના વકીલ અમિત દેસાઈને સૌપ્રથમ આ મામલાની તાકીદે સુનાવણી માટેની જરૂરિયાત સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. એ પછી અમિત દેસાઈએ અદાલતને એનસીપીના સિનિયર નેતાના સ્વાસ્થ્ય વિશે જાણ કરી હતી.


નેતાની ફક્ત એક કિડની જ કામ કરે છે અને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી છે. વળી તેમના પરિવારજનો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરાવવા ઇચ્છતા હોવાથી એ માટે ટેસ્ટ્સ અને સ્પેશ્યલિસ્ટ્સ સાથે મીટિંગ ગોઠવવાની જરૂર પડી શકે છે એમ વકીલે જણાવ્યું હતું. જજે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની રહેશે એવો સવાલ અમિત દેસાઈને કર્યો હતો અને એ પછી ઈડી પાસેથી જવાબ માગીને આદેશ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK