ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પર લોકસભાની ચૂંટણીના પરિણામને પડકારતી ઉદ્ધવસેનાના ઉમેદવારની પિટિશન હાઈ કોર્ટે રિજેક્ટ કરી
અમોલ કીર્તિકર
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પર એકનાથ શિંદેની શિવસેનાના રવીન્દ્ર વાયકર સામે ૪૮ મતથી હારી ગયેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકરે કાઉન્ટિંગમાં ગોટાળો કરવામાં આવ્યો હોવાનો આરોપ કરીને મુંબઈ હાઈ કોર્ટમાં રવીન્દ્ર વાયકરની જીતને પડકારી હતી. જોકે ગઈ કાલે આ પિટિશન ફગાવી દેવામાં આવી હતી.
હાઈ કોર્ટે બન્ને પક્ષની વાતો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો જે ગઈ કાલે આપવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે યાચિકાકર્તાએ જે આરોપ કર્યા છે એના પુરાવા ન હોવાથી આ પિટિશનને રિજેક્ટ કરવામાં આવે છે.