પોલીસે કહ્યું કે ફોન કરનારની ધરપકડ કરવાની સાથે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
31 ડિસેમ્બરે મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમને ફોન કરીને શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે કહ્યું કે તેની પાસે હથિયાર અને આરડીએક્સ છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ અઝહર છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નરેન્દ્ર કાવલે નામના વ્યક્તિએ નશાની હાલતમાં ફોન કર્યો હતો.પોલીસે કહ્યું કે ફોન કરનારની ધરપકડ કરવાની સાથે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.